જામનગર રાજપાર્કમાં ૧૨ વર્ષની બાળકીની નિર્મમ હત્યા : નરાધમે છરીના ૧૪ ધા ઝીંક્યા

0
15281

હત્યાનો ભોગ બનેલી બાળકીની માતાએ પાડોશી શખ્સ સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી

  • જેને ઘરે ખાધુ એની જ ફૂલ જેવી બાળકીને આડેધડ છરીઓના ધામારી મોતને ઘાટ ઉતારી દીધી
  • આરોપી :-લાલજી કૈલાશભાઇ પંડયા ઉ.વ.૬૫ ધંધો ટ્રક ડ્રાઇવિંગ રહે. રાજપાર્ક, જામનગર મુળ રહે.ખંભાળીયા મો.નં. ૭૩૮૩૧૬૩૯૮૨ 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪, જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતી બાર વર્ષની બાળાની હત્યા નીપજાવવા અંગે બાળકીની માતાએ પોતાના જ પાડોશી ૬૫ વર્ષના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.જે હત્યારા આરોપીને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા શાંતાબેન રાજેશભાઈ કારાવદરા નામની મહિલાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રી દૃષ્ટિ ઉર્ફે પૂરી (ઉંમર વર્ષ ૧૨) કે જેના પર છરીના અસંખ્ય ઘા ઝીંકી દહી હત્યા નીપજાવવા અંગે પાડોશમાંજ રહેતા લાલજી કૈલાશભાઈ પંડ્યા નામના ૬૫ વર્ષના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ ૩૦૨ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીને પકડવા માટે ચો તરફ દોડધામ શરૂ કરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને બાજુ બાજુમાં રહે છે, અને આરોપી ને ઘેર ટિફિન પહોંચાડતા હતા. જે અનુસાર ગઈકાલે દ્રષ્ટી ઉર્ફે પુરી ટિફિન લઈને આરોપીના ઘેર ગઈ હતી, અને તેના રૂમની સાફ-સફાઈ કરતી હતી. દરમિયાન દરમિયાન લાલજી પંડ્યા એ દ્રષ્ટિ ઉર્ફે પુરીબેન પર એકાદ ડઝન થી વધુ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું જાહેર કર્યું હતું.

આરોપી અગાઉ ફરિયાદીના ઘેર જમવા માટે આવતો હતો, જેને જમાવા આવવાની ના પાડતાં તેનું મન દુઃખ રાખીને અથવા તો અન્ય બીજા કોઈપણ ઇરાદે હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું છે. જે સમગ્ર દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ બનાવ માં પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૨, જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના PSI  એચ. બી. વડાવીયા ને સોંપવામાં આવી છે.