જામનગરમાં રેકડી રાખવા બાબતે મેમણ વેપારીને ભાઈ, ભત્રીજા અને જમાઇએ છરીઓ ઝીંકી: જુવો VIDEO

0
4496

જામનગરમાં રેકડી રાખવા બાબતે બે મેમણ વેપારી ભાઈઓ વચ્ચે માથાકુટ

  • આરોપીઓના ફરીયાદીના ઘર પાસે આટાફેરા : પરીવારે દહેશત વ્યકત કરી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ ઓક્ટોબર ૨૨ જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રેકડી ઉભી રાખવા બાબતે બે મેમણ વેપારી ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક ભાઈ ઉપર બીજા ભાઈ અને તેના પુત્ર તથા જમાઈએ હુમલો કરી દીધાનું સામે આવ્યું છે. ઇજા ગ્રસ્ત ને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં રહેતા માજીદભાઈ સુરીવાળા નામના મેમણ વેપારી કે જેને તેના જ સગા ભાઈ સાથે રેકડી રાખવાના પ્રશ્ને આજે સવારે બોલાચાલી થઈ હતી. જે બાબતે તકરાર થયા પછી મામલો બીચક્યો હતો, અને માજીદભાઈ ઉપર તેના જ સગા ભાઈ તથા તેના પુત્ર અને જમાઈ દ્વારા છરી-પાઇપ-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી દેવાયો હતો.જેથી માજીદભાઈ ને લોહી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે. મેમણ વેપારીની ફરિયાદ પરથી સગા ભાઈ ભત્રીજા અને જમાઈ વિરુદ્ધ પોલીસે IPC કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. હાલતો આ બનાવે શહેરભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે.