જામનગર ‘છોટીકાશી’ માં બ્રિલિયન્ટ સ્કુલ આયોજીત અવધમાં પધાર્યા શ્રી રામ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0
1334

જામનગર ‘છોટીકાશી’ માં બ્રિલિયન્ટ સ્કુલ આયોજીત અવધમાં પધાર્યા શ્રી રામ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

  • શોભા યાત્રામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતામાતા નું બાળ સ્વરૂપ ધારણ કરી બાળકોએ દિવ્ય દર્શન કરાવ્યા
  • વિદ્યાર્થીઓમાં મુલ્યોનું સિંચન કરવા શ્રી રામ પુન:પ્રતિષ્ઠા-અયોધ્યાને સમાંતર આસ્થામય માહોલમાં યોજાયા દિવ્ય કાર્યક્રમો
  • ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ની ભવ્ય શોભાયાત્રા , સ્વાગત , પાદુકા પૂજન , સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું .

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ જાન્યુઆરી ૨૪ જામનગર બ્રિલિયન્ટ સ્કૂલ્સ આયોજીત શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો સાથે ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ની ભવ્ય શોભાયાત્રા , સ્વાગત , પાદુકા પૂજન , સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું  જામનગરની પ્રતિષ્ઠીત અને શિસ્ત સાથે શિક્ષણને વરેલી વટવૃક્ષ સમાન જ્ઞાનયજ્ઞ સમાન બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુન:પ્રતિષ્ઠાનના ભવ્યાતિભવ્ય મહામહોત્સવના સમાંતર જ જામનગરમાં દિવ્ય આયોજન કરી વિદ્યાર્થીઓમાં મુલ્યોનું સિંચન થાય તેવા ઉમદા ભાવથી આસ્થામય માહોલને તાદ્રશ્ય કર્યો હતો જેથી બાળવયથી જ સત્ય-અનુશાસન- વચનબદ્ધતા સહિતના સદગુણો થકી વિદ્યાર્થીઓ સ્વયં ઉજાગર થાય જે દિવ્ય સમાજ અને દિવ્ય રાષ્ટ્રનું સર્જન કરી માં ભારતીના ચરણોમાં ભેંટ ધરી શકે છે.આ તકે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલના ડાયરેક્ટર શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ અને ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ કે અમારૂ આ આયોજન સહજ રીતે સાકાર થયાનો અમે અનુભવ કર્યો અને સમગ્ર આયોજનની પરીપુર્તિ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉંડી શ્રદ્ધાનુ પ્રતિક બની રહી હતીવધુમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જામનગરનાં ચેરમેનશ્રી અશોકભાઈ ભટ્ટએ જણાવ્યુ કે અયોધ્યાપુરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અહી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ સાથે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ જે ખુબજ સફળ બની રહ્યું હતુ ..જેમાં તા.૨૨ ને સોમવારના નાં સવારે લાલ બંગલા સર્કલથી સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણેશજી -હનુમાનજી – શ્રી રામ, લક્ષ્મણ, જાનકી તેમજ ભારતમાતાનાં પોષાકમાં સુ-સજજ થઈ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ શોભાયાત્રા લાલ બંગલા સર્કલથી નીકળી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે આવી જયાં શાળાનાં ડાયરેકટર ઓફ એજયુકેશન શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ ધ્વારા શોભાયાત્રાનું સ્વાગત તેમજ સામૈયા કરી શ્રી રામ ભગવાનનું સહ પરિવારનું પવિત્ર તીર્થજળથી પાદુકા પુજન તેમજ શાસ્ત્રોકત વિધિથી પુજન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ શાળા ખાતે રામ ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને અંતમાં ૧૦૦૮ દિપ પ્રગટાવી શાળાનાં ટ્રસ્ટી મૌલિકભાઈ ભટ્ટ તથા ભવ્યતાબેન ભટ્ટ ધ્વારા વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકગણને સાથે રાખી મહાઆરતી કરવામાં આવી હતી જે સંપુર્ણ આયોજન “અવધમાં પધાર્યા શ્રીરામ”ની થીમ અને આયોજન ને સમાંતર કાર્યક્રમો યોજાયા હતા જે ઉર્જામપ માહોલમાં સંપન્ન થયુ હતુ. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન રાષ્ટ્રભાવના સાથે કરાયુ હતુ ખાસ કરીને ભારત માં સદીઓ બાદ એક એવો અવસર આવ્યો છે જે નવા યુગનુ નિર્માણ કરનાર છે ત્યારે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના બાળકોમાં ભગવાન શ્રીરામ ના મર્યાદા પુરૂષોતમ અવતારના આદર્શો જાણી બાળવયથી જ જીવનમાં મુલ્યોનું સિંચન કરી પોતાના જીવનભર અનોખી દિવ્ય ઉર્જા સાથે પતાના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરે તે હેતુ સાથેનુ આ સમગ્ર આયોજન યાદગાર બની રહ્યું હતુ તેમજ વાલીઓના શુભેચ્છકોના, સ્નેહીઓના આ આયોજન અંગે સુંદર અને પ્રોત્સાહક પ્રતિભાવો સાંપડ્યા છે.