મનપાની ટેક્સ શાખામાં કામ “ન” થતું હોવાની બૂમ :વકીલો બન્યા પટ્ટાવાળા.

0
1347

મનપાની ટેકસ શાખામાં કામ ન થતું હોવાની વકીલોની રાવ: વકીલો પાસે પટાવાળા જેવું કામ કરાય છે.દેશ દેવી ન્યુઝ O4 બે લાખ બાકી હોય તેવા અરજદારના નામ ટ્રાન્સફર થઈ જાય છે, 200 રૂપિયા બાકી હોય તેવા અરજદાર ટલ્લે ચઢાવામાં આવે છે: ભાવેશ આશવાણી-એડવોકેટ

ટેક્સ ઓફિસર પાસે ફાઇલ સહી માટે ગયા પછી પાછી આવતી નથી, સ્ટાફ અવઢણમાં..

ટેક્સ શાખાની કામ કરવાની પ્રણાલી સામે પ્રશ્ન..80 % બીલ બજવાના બાકી હોવાનો વકીલોનો આક્ષેપ.. 

પહેલા CML રીપોટ અરજીના બીજે દિવસે મળી જતો, હાલ CML રીપોટમાં પંદર -પંદર દિવસ સુધી મળતો નથી વકીલો ત્રાહીમામ પોકારી ગયા છે. જામનગર કોર્પોરેશનમાં મિલ્કતોના નામ ટ્રાન્સફરમાં વકીલો હેરાન ટેબલે – ટેક્સ શાખામાં વકીલોને ટેબલે ખાવા પડતા ધક્કા..

જામનગર જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખામાં મિલ્કતોના નામ ટ્રાન્સફર કરવાની કામગીરીમાં નિયમોના આડેધડ અર્થઘટનને કારણે વકીલોને ટેબલે – ટેબલે ધક્કા ખાવા પડે છે .

વેરાના બીલો હજારોની સંખ્યામાં પહોંચાડવાના પણ બાકી છે . ત્યારે ચાલુ નાણાંકીય વર્ષના નાણાં બાકી હોવાનું જણાવીને નામ ટ્રાન્સફરની વિધિ નથી કરવા દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રેવન્યુ પ્રેક્ટીશનર વકીલોએ ડે.કમિશનર એ.કે.વસ્તાણીને પ્રશ્ન ઉકેલવા મૌખિક રજુઆત કરી હતી .

જે અંગે ડે.કમિશનરે થોડા દિવસોમાં પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી આ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં હજારો મિલ્કતોમાં નામ મળી આવતું નથી . તેવી મહાનગરપાલિકાના મિલ્કતોના નામ ટ્રાન્સફર હાઉસ ટેકસ શાખામાં નોંધ હોવાથી કરવામાં હાલાકી થાય છે વકીલો હેરાન-પરેશાન હોય તો આમ નાગરિકનું શું આવે..આ રજુવાતમાં એડવોકેટ ભાવેશ આશવાણી, ધવલ પટેલ , મુંગરા , અસ્ફાક પઠાણ, કપીલ સહિતના વકીલ જોડાયા હતાં .