જામનગર ખારવા ચકલામાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો “બૂકી” ઝડપાયો : 9 ના નામ ખૂલ્યા

0
3756

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે બુકી પોલીસ પાંજરે પુરાયા, 9 પન્ટરોના નામ ખૂલ્યા

દેશ દેવી ન્યુઝ તા.૧૩ એપ્રિલ ૨૩ જામનગર: જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના ખારવા ચકલા વિસ્તારમાં ટાંક ફળી માં રહેતા પ્રવિણ ભાણજીભાઈ સોનેરી નામના ખારવા શખ્સ દ્વારા પોતાના મકાનમાં ક્રિકેટનો ડબ્બો ચલાવવામાં આવી રહ્યો છે, અને આઈ.પી.એલ. ની મેચ પર મોબાઈલ ફોન મારફતે અન્ય જુદા જુદા ગ્રાહકો સાથે ક્રિકેટના સોદાની કપાત કરવામાં આવી રહી છે.

જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક પ્રવીણ ભાણજી આઈ.પી.એલ. ની મેચ નિહાળી રે અન્ય ગ્રાહકો સાથે મોબાઇલ ફોન મારફતે ક્રિકેટના સોદાની કપાત કરી રહેલો રંગે હાથ ઝડપાયો હતો.

જેથી તેની અટકાયત કરી લઈ તેની પાસેથી મોબાઇલ ફોન, ક્રિકેટના સટ્ટા ને લગતું સાહિત્ય વગેરે સહિત રૂપિયા 54,200 ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા જામનગરના અન્ય બુકી બાબુલ ઉર્ફે બાબુલિયો, તેમજ ધોળકિયા- જામનગર, રાજુ મહારાજ નો દીકરો, શૈલેષ- જામનગર, વલ્લભ કોળી- જામનગર, દિલીપ- જામનગર, જયલો- જામનગર, હિતેશ મેડિકલ અને સુનિલ-જામનગર વગેરે ને ફરારી જાહેર કરાયા છે.

જામનગર દિગ્વિજય પ્લોટ માં રહેતાં મેહુલ વિષ્ણુભાઇ દરિયા નામનો સિંધી ભાનુશાળી વેપારી કે જે ખંભાળિયા નાકા પાસે આવેલી હોટલમાં વેઇટર પાસે જાહેરમાં ઊભા રહીને કૃપા ના પોતાના મોબાઈલ પર ની એપ્લિકેશન આજનો જુગાર રમી રહે હોવાનું ધ્યાનમાં આવ્યો હતું. સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને ઝડપી લીધો છે અને તેની વિશેષ પૂછપરછ ચલાવવા આવી રહી છે. પોલીસની પૂછપરછ પોતે જામનગરમાં રહેતા લખનભાઈ ભદ્રા પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે.