જામનગર લાખોટા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો

0
3

જામનગર ના લાખોટા તળાવમાં આવતીકાલે જે કેનાલ મારફતે પાણી પહોંચાડવાનું છે , તે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫, જામનગર શહેર ની મધ્યમાં આવેલા લાખોટા તળાવ કે જેમાં પાણી ભરવા માટે દરેડ થી જામનગર સુધીની કેનાલ બનાવાઈ છે, જે કેનાલમાં આવતીકાલે રંગમતી ડેમમાંથી પાણી છોડીને તળાવ ભરવાનું છે તે પહેલાં દરેડની કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં દોડધામ થઈ છે.દરેડ નજીકના આસપાસના વિસ્તારમાં કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી હાલ કેનાલમાં ભરેલું છે. જે પાણીમાં એક અજાણ્યા ચાલીસ વર્ષની વયના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, અને કેમિકલ યુક્ત પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.પંચકોસી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને ફાયર બ્રિગેડની મદદથી અજાણ્યા યુવકના મૃતદેહને બહાર કઢાવી પોસ્ટ મોર્ટમની તેમજ તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ્યારે રંગમતી ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે આ પ્રદૂષિત થયેલું પાણી જો લાખોટા તળાવમાં આવશે, તો લાખોટા તળાવનું પાણી પણ પ્રદૂષિત બનશે. એટલું જ માત્ર નહીં તેમાં રહેલા માછલાંઓ સહિતના પાણીના જીવો પર પણ જોખમ તોડાયેલું છે. જે અંગે મહાનગરપાલિકાના તંત્રએ ખૂબ જ તકેદારી રાખવી જરૂરી છે.