જામનગર સાધના કોલોનીમાં એલ-૮૮ બ્લોકનું ડીમોલિશન કરાયું

0
1031

જામનગર ની સાધના કોલોની માં એલ-૮૮ નંબર નાં બ્લોક નું ડીમોલિશન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૧ નવેમ્બર ૨૪, જામનગર માં સાધના કોલોની વિસ્તારમાં હાઉસીંગ બોર્ડ ની જર્જરિત આવાસ યોજના માં મકાનો તોડવાની કામગીરી આજે પૂન: શરૂ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે એલ-૮૮ નંબરના બ્લોક નું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

જામનગર ની સાધના કોલોની ની વર્ષો જુની હાઉસીંગ બોર્ડ ની આવાસ યોજના નાં મકાનો જર્જરિત હાલતમાં છે. અગાઉ અહિં મકાન તુટી પડતાં માનવ મૃત્યુ પણ થયું છે. આ પછી મહાનગર પાલિકાએ અહિં નાં આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ખાલી મકાનો ડિમોલીશન કરવામાં આવી રહયા છે. અગાઉ ૨૦ જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતાં. જયારે આજે એલ-૮૮ નંબર ના બ્લોક નાં ૧ર ફલેટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હજુ ૧૧ બ્લોક બાકી છે તેમા ૧૪૪ જર્જરિત ફલેટ ને આગામી સમયમાં તોડી પાડવામાં આવશે. તેમ જણાવાયું છે. આ ડિમોલિશનની કામગીરી એસ્ટેટ શાખાનાં અધિકારી નિતીન.આર. દીક્ષિત , તેમજ સુનિલ ભાનુશાલી, અનવર ગજજણ વગેરેની રાહબારી હેઠળ કરવામાં આવી હતી.