જામનગર: ‘ગ્રેવીટી ન્યુઝ’ના કપીલ જોઇસર સામે બ્લેકમેઇલીંગની ફરિયાદ.
- ગેરકાયદે બાંધકામની ધમકી આપી રૂા.5 લાખ માગ્યા.
- ફરિયાદ કરી તો ટાટીયા ભાંગી નાંખવાની ફરિયાદીને ધમકી પણ આપી.
- બાંધકામનું વીડીયો શુટીંગ કરી ફરિયાદને ધમકાવ્યો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જૂન ૨૧ : જામનગરના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ આત્મારામભાઈ લખીયર, ઉ.વ.46, રે. પવનચકકી કેનાલ રોડ, બિંદીયા એપાર્ટમેન્ટની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી વિશેક દિવસ પહેલાથી તા.7-6-21ના આરોપી કપીલભાઈ અરવીંદભાઈ જોઈશર (તંત્રી-ગ્રેવીટી ન્યુઝ-જામનગર) રે.જામનગરવાળાએ ફરીયાદી પરેશભાઈના મકાનના ચાલુ બાંધકામનું વિડીયો શુટીંગ કરી ફરીયાદી પરેશભાઈને તથા સાહેદ તથા ફરીયાદીના ભત્રીજાને જણાવેલ કે તમારા મકાનનું બાંધકામ ગેરકાયદેસર છે.આ મકાનનું બાંધકામ કરવું હોય તો તમારે રૂ.5,00,000/- આપવા પડશે નહીંતર અમો આ બાંધકામ ગેરકાયદેસર ગણાવી પડાવી નાખીશું.
તેમ કહેલ અને રકઝકના અંતે છેલ્લે 1,50,000/- ની માંગણી કરેલ આ રૂપિયા ફરીયાદી પરેશભાઈ નહીં આપતા આ કામના આરોપી કપીલભાઈએ ફરીયાદી પરેશભાઈને મળેલ અને કહેલ કે, મારા વિરૂઘ્ધમાં કયાંય ફરીયાદ કરતો નઈ અને મારૂ નામ આ બાબતે કયાંય આવવું ન જોઈએ જો મારૂ નામ કયાંય આવશે તો તારા ટાટીયા ભાગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે અને આ તારા મકાનનું બાંધકામ તો પડાવીજ દઈશ અને આજીવન બાંધકામ થવા નહીં દવું અને કોર્પોરેશનમાંથી મને પડાવતા આવડે છે તેમ ધમકી આપી બળજબરીથી પૈસા પડાવવા માટે શુટીંગ કરેલ હતું.
આ અંગે પરેશભાઇ આત્મારામભાઇ લખીયરએ સીટી એ પો.સ્ટે. ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઇપીકો કલમ 385,387,506(2) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસસીટી એ ડીવીના પીએસઆઇ એસ.પી.સોઢા ચલાવી રહ્યા છે.