જામનગરમાં કચરામાંથી મળ્યું “भूल का फूल” : જનેતા પલાયન

0
21906

જામનગરમાં નવજાત શિશુને ત્યજી દેવાનો સીલસીલો યથાવત : શરૂ શેકશન પાસેથી નવજાત જીવીત અવસ્થામાં મળી આવ્યું

  • પાયલોટ વિરભદ્રસિંહ જાડેજા અને ગીતાબેન ખરાની સરાહનીય કામગીરી: થોડી ક્ષણ મોડુ થાત તો બાળકનો જીવ જોખમમાં મુકાત
  • અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા કચરામાં ફેંકી ફરાર
  • પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : તપાસના ચક્રો ગતિમાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ ઓગસ્ટ ૨૩ જામનગરના શરૂ શેકશન રોડ પર આવેલ સીટીઝન એપાર્ટમેન્ટ પાછળ કચરામાં ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે તેવામાં કોઈએ 108ને જાણ કરતા નવજાતને જીવીત અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતુંજામનગરમાં નવજાત બાળકો મળવાની ઘટના ચીંતાજનક બની રહી છે. છેલ્લા બે મહિનામાં નવજાત મળવાની ત્રીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગયો છે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.અને જનેતા ઉપર ફિટકાર વરસી રહ્યો છે. શહેરના બેડીગેઈટ પાસે મહિલાએ બાળક ત્યજી દીધાની ઘટના હજુ સમી નથી ત્યા આજરોજ સવારે કચરામાંથી જીવીત અવસ્થામાં નવજાત બાળક મળી આવતા સારવાર માટે 108 મારફત સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દઈ ફરાર થઈ ગઈ હોવાની દિશામાં તપાસ આરંભી છે.કચરામાં બાળક ત્યજી દીધેલ દઈ માતા પલાયન થઈ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોની ભીંડ જામી હતી બનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માતાની શોધખોળ આદરી હતી હાલતો નવજાત શિશુને કચરામાં ત્યજી દીધાની બીજી ઘટના પ્રકાશમાં ભારે ચકચાર જાણી છે.