જામનગરમાં બ્રોકર સાથે વિશ્વાસધાત: કાર લઈ બતાવ્યો ઠેગો: પોલીસ ફરિયાદ

0
840

જામનગરમાં બ્રોકર સાથે વિશ્વાસધાત: કાર લઈ બતાવ્યો ઠેગો.

જામનગરના વેપારી સાથે ફોરવ્હિલ વેચાણ કરી આપવાનો વિશ્વાસ આપી છેતરપીંડી

ગાડી પરત ન કરી અને પૈસા પણ ન આપતા ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 11.: જામનગરમાં સુનીલ ઇન્દ્રવદન બારોટ નામના શખ્સે શહેરમાં જમીન મકાન લે-વેચનો ધંધો કરતા અને (મકવાણા સોસાયટી, એલ.જી.હરીયા સ્કુલ સામેશેરી નં.3, જામનગર)માં રહેતા રાજુભાઇ ભોજાભાઇ કાબંરીયા પાસેથી (જીજે-03-એકે -2282) નંબરની સ્વીફ્ટ વીડીઆઈ ગાડી વેચાણ કરવાનો વિશ્વાસ આપી લઇ લીધી હતી. આરોપીએ ઉપરોક્ત નંબરનુ વાહન કે રકમ પરત નહી આપી વિશ્વાસધાત કરવા અંગે અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ભોજાભાઈ કાબંરીયા, ઉ.વ.43, રે. મકવાણા સોસાયટી, એલ.જી.હરીયા સ્કુલ સામે, શેરી નં.3, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.જેથી સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 406 મુજબ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પીએસઆઇ એચ.જે.પરીયાણી સહિતના સ્ટાફે તાપસ હાથ ધરી છે.