હસમુખ પેઢડિયા અને તેના ભાઇ પર ફાયરિંગ પ્રકરણમાં બન્ને આરોપીઓના જામીન અરજી રદ

0
998

હસમુખ પેઢડિયા અને તેના ભાઇ પર ફાયરિંગ  પ્રકરણમાં બન્ને આરોપીઓના જામીન અરજી રદ

રૂપિયા બે કરોડની સોપારી લઈ હસમુખ પેઢડીયા અને તેના ભાઇ પર હુમલો કર્યો હતો.ક્રિમિનલ માઈન્ડથી ગુનો કરનારને પેરિટી નો લાભ નહીં

શહેરભરમાં ચર્ચા જગાવનાર કેસની વિગત એવી છે કે હસમુખ પેઢડીયા અને તેના ભાઈ જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા પર ગત મે મહિનામાં ભરત ઉર્ફે કાચો કરમસી ચોપડા અને દીપ હરજી દહીયાએ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો

આ બનાવની પોલીસ તપાસમાં ભૂમાફિયા જયેશ પટેલે લંડન માં બેઠા બેઠા હસમુખ પેઢડીયા ની હત્યા ની રૂપિયા બે કરોડની સોપારી ભરતને આપી હોવાનું ખુલ્યું હતું

આટલું જ નહીં ભરતે whatsapp કોલ દ્વારા જયેશ સાથે સંપર્કમાં રહી અમદાવાદથી હથિયાર મંગાવી ભાડૂતી મારા દ્વારા ફાયરિંગ કરાવ્યું હતું

આ ગુનામાં બે આરોપી જામીન પર છૂટતા ભરત અને દીપે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

જે ચાલી જતા સરકારી વકીલ જમન ભંડેરીએ ક્રિમિનલ માંડવીથી ગુનો કરનારને પેરીટીનો લાભ મળે નહીં અને ગુનામાં ભરત અને દીપ ની ભૂમિકા ખૂબ જ ગંભીર હોવાની રજૂઆત કરી હતી જે ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી