ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા આયુષ વિભાગ દ્વારા જામનગરમાંં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયુષ મેળાનું આયોજન કરાયું
- આયુષ મેળામાંં પ્રકૃતિ પરીક્ષણ, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિ વિતરણ જેવી બાબતોથી લોકોને માહિતગાર કરાયા
જામનગર તા.૨૦ સપ્ટેમ્બર ૨૩ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામક કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આયુષ શાખા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે આયુર્વેદ તથા હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ અને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ નિદાન કેમ્પમાં વિવિધ રોગો માટે આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર, પ્રકૃતિ પરીક્ષણ, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિ વિતરણ, રોગ અનુસાર આહાર-વિહાર અંગે માર્ગદર્શન, વનસ્પતિ નિદર્શન, રસોડામાંં પ્રાપ્ય ઔષધિ માર્ગદર્શન, આયુર્વેદ-હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શની, તેમજ પોષણ અભિયાન અંતર્ગત પોષણ ચાર્ટ પ્રદર્શન યોજાયુંં હતું.આ ઉપરાંંત, યોગ, મેલેરિયા અને અન્ય રોગોની માહિતી દર્શાવતી પથ્યાપથ્ય પત્રિકા, આહાર વિહાર નિયમો અને પોષણને લગતી પત્રિકાઓનું નગરજનોને વિતરણ કરવામાં આવ્યુંં હતું. ઉક્ત આયુષ મેળામાં બહોળી સંખ્યામાંં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.ફોરમ એસ.પરમાર, ડો.અંકિતા ડી.સોલંકી, ડો.સમીર જેજા અને તેમની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન પુરુંં પાડવામાંં આવ્યુંં હતુંં.