લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવવા બાબતે આધેડની હત્યાની કોશીશ

0
2518

લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવા બાબતે આધેડની હત્યાની કોશીશ : ૪ સામે ફોજદારી

  • બળદ ચરતા ચરતા-ચરતા અન્યની વાડીના શેઢે જતા બોલી બધળાટી
  • આરોપી: (૧) હરદેવસિંહ મંગળસિંહ જાડેજા (૨) વિક્રમસિંહ કિરીટસિંહ જાડેજા (૩) વિજયસિંહ કિરીટસિંહ જાડેજા (૪) જગુભા સામંતસિંહ જાડેજા રહે બધા આરબલુસ તા.લાલપુર જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૬ સપ્ટેમબર ૨૨ જામનગર લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવવા બાબતે પિતા પુત્ર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. ગઇકાલ બપોરના ભાગે ફરિયાદી રવિરાજસિંહ જાડેજાએ પોતાની માલીકીના બળદ પોતે ભાગમાં રાખેલ વાડીના શેઢે ચરાવતો હોય અને બળદ ચરતા ચરતા હરદેવસિંહ મંગળસિંહ જાડેજાની માલીકીની જમીન અને ભાગમા રાખેલ વનરાજસિંહના વાડીના સંયુક્ત શેઢા તરફ ચરવા જતા વિક્રમસિંહએ રવિરાજસિંહને ત્યા બળદ ચરાવવાની ”ના” કહેતા ફરીયાદી રવિરાજ જાડેજાએ કહ્યું તેને શુ વાંધો છે. તેથી વિક્રમસિંહ જાડેજા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે ઝગડો કરી મન ફાવે તેવી ગાળો આપી ત્યાથી જતા રહ્યા હતા થોડી વાર પછી તમામ શખ્સો એકસંપ થઇ ૨વિરાજસિંહ જાડેજા પાસે આવી જઈ રવીરાજસિંહ કાઈ સમજે તે પહેલા તો તમામ આરોપીનોએ ગાળોની રમજટ વચ્ચે ઢીંકાપાટુ વડે હુમલો કરી દેતા અફ્ડાતફડી મચી જવા પામી હતી તે દરમ્યાન પુત્રને માર ખાતા જોઈ તેના પિતા ચંદુભા જાડેજા ત્યા આવી જતા ઉશ્કેરાયેલ આરોપીઓએ ચંદુભા ઉપર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમની હાલત ગંભીર ગણાય રહી હતી બનાવની જાણ થતા સેવક ધૂણીયા ગામના સગા સ્નેહી આગેવાનો તેમજ પોલિસ કાફલો હોસ્પિટલ દોડી ગયા હતા અને બનાવ અંગેની વિગત મેળવી હતી.

લાલપુર પોલીસે રવિરાજસિંહની ફરિયાદ પરથી ચાર શખ્સો વિરૂદ્ધ હત્યાની કોશીશ સહિતની કલમ હેઠળ IPC કલમ ૩૦૭,૩૨૩ , ૩૨૪,૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.