દૂકાન સામે લઘુશંકા કરવાની ના પાડતાં છરીથી હુમલો.

0
940

કાલાવડના આંબેડકરનગરમાં દૂકાન સામે લઘુશંકા કરવાની ના પાડતાં છરીથી હુમલો.

લઘુશંકા કરતા શખ્સોને ટપારતાં પીજીવીસીએલના ડ્રાઇવરને છરીના ઘા ઝીંક્યા

ઘાયલ યુવાન રાજેશભાઇ રાઠોડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: 03 કાલાવડમાં આંબેડરનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરવા સાથે પાનની દૂકાન પણ ધરાવતાં રાજેશભાઇ બચુભાઇ રાઠોડ (ઉ.વ.40) રાતે ગામના કૈલાસનગરમાં પોતાની દૂકાન પાસે હતાં ત્યારે ત્રણ શખ્સોએ ગાળો દઇ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

રાજેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે પોતે દૂકાને હતાં ત્યારે દૂકાન પાસે જ એક શખ્સ લઘુશંકા કરતો હોઇ દૂર જવાનું સમજાવતાં હુમલો થયો હતો. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર ધર્મેન્દ્રસિંહ, સહદેવસિંહ અને સંજય જીકાએ હુમલો કર્યાનું જણાવતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.