હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : ગુજરાત હાઈકોર્ટ

0
393

હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય. આ માટે ગુજરાત હાઈકોર્ટે કારણો પણ રજૂ કર્યા છે.અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કે કોરોના વાયરસના નવા કેસો, મૃત્યુ અને એક્ટીવ કેસ ઓછા થતા રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો ઓછા કરી નાખ્યા છે અને ઘણી છૂટ પણ આપી છે. આમાં એક મુદ્દો માસ્ક ન પહેરવાના દંડનો પણ હતો. રાજ્ય સરકારે માસ્ક ન પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જો કે ગુજરાત હાઈકોર્ટ એ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની ગુજરાત સરકારની અરજી ફગાવી દીધી છે અને આ માટે કારણો પણ રજૂ કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી. હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરાવવાની શક્યતા છે. હાલ પણ ઘણા લોકો માસ્ક નથી પહેરી રહ્યાં. જો 50 ટકા લોકો માસ્ક પહેરતા હશે તો ત્રીજી લહેરનો સામનો કરી શકાશે. હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય.

માસ્ક ન પહેરવાના દંડમાં ઘટાડો ન કરવાનું એક કારણ આપતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં જો 50 ટકા વસ્તીનું રસીકરણ થશે તો આ અરજી અંગે વિચારવામાં આવશે અને માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની સમીક્ષા કરવામાં આવશે.