ટાઉનહોલમાં નેપાળી સમુદાયના કાર્યક્રમમાં બોલી બધડાટી: કાર્યક્રમ બંધ
- ગઇકાલ સમી સાંજનો બનાવ: DJ વાળા ભાગ્યા..
- કાર્યક્રમ વેળાએ અમુક ઉત્સાહી લોકો સ્ટેજ પર ચડી જતા મામલો બિચક્યો: પોલીસ બોલાવી પડી
- સામસામા બચકા-લાતોની રમજટ વચ્ચે રમુજી ફેલાઈ : વિચીત્ર ગાળો વચ્ચે મામલો થાળે.
- બનાવના પગલે મનપાના સીક્યુંરીટી ઇન્ચાર્જ તાત્કાલિક ટાઉનહોલ ખાલી કરાવ્યું.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬-ઓગસ્ટ ૨૨ જામનગરના ટાઉન હોલમાં નેપાળીઓના ચાલી રહેલા એક કાર્યક્રમમાં યુવાનોના બે જૂથ વચ્ચે કોઈ બાબતે ડખ્ખો થતાં બંને પક્ષ મારામારી પર આવી ગયા હતા જે અંગે કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસના ધાડા ઉતરી પડ્યાં હતા અને વાતાવરણ બગડે તે પહેલાં જ કાર્યક્રમને બંધ કરાવીને લોકોને ત્યાંથી રવાના કરાવી દીધા હતા.જામનગર શહેરના મધ્યમાં આવેલા ટાઉનહોલમાં આજેસમી સાંજે નેપાળી સમુદાયનો કાર્યક્રમ હતો જેમાં બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું જે બાદ વાત મારામારી સુધી પહોંચી હતી.જે અંગે કોઈએ પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસ ની જીપ ઓવાત ટાઉનહોલ ખાતે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક મધ્યસ્થી કરીને કાર્યક્રમને આટોપી લીધો હતો અને લોકોને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા કહેવાય છે કેઆ લોકોનો વાર્ષિક કાર્યક્રમ હતો જેમાં કોઈ બાબતે માથાકૂટ થતા ઓવાત મારામારી સુધી પહોંચી હતી . જોકે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ ન હતી ફક્ત કંટ્રોલમાં જાણ થઇ હતી પરંતુ આ ઘટનાના પગલે આજુબાજુના લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા