જામનગરમાં પ્રૌઢ પર હુમલો: પૂત્રવધુ અને તેના માતવર સામે ફરિયાદ

0
4186

જામનગરમાં પ્રૌઢ પર હુમલો: પૂત્રવધુ અને તેના માતવર સામે ફરિયાદ

  • આરોપી : (૧) રાજ કાંતિલાલ નાખવા (૨) પ્રિન્સ ચંદ્રકાંતભાઈ ભદ્રા (૩) લખન ચંદ્રકાંતભાઈ ભદ્રા (૪) નીશા શકેશભાઈ નાખવા
  • કેસ ચાલતો હોવાનું મન દુખ રાખી ચાર શખ્સો છરી, ધોકા સાથે ટુટી પડ્યા
  • જી.જી હોસ્પિટલના આઉટસોર્સિંગમાં કામ કરતો લખન ભદ્રા વૂદ્ધ ઉપર હુમલો કરી નાઈટની નોકરીમાં બેખોફ હાજર થઈ ગયો’ તો, : લખન ભદ્રા વિરૂદ્ધ હોસ્પિટલમાં અનેક ફરીયાદો હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ મે ૨૩ : જામનગરમાં કિસાન ચોક બાવાવાડ વિસ્તારમાં રહેતા કાંતિલાલ લક્ષ્મીદાસ નાખવા નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર છરી લાકકડાના ધોકા અને ઇંટ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાની પુત્રવધુ નિશાબેન રાકેશભાઈ, તેમજ તેના પરિવારના રાજ કાંતિલાલ નાખવા, પ્રિન્સ ચંદ્રકાંતભાઈ ભદ્રા અને લખન ચંદ્રકાંતભાઈ ભદ્રા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

પોલિસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે તળાવ પાળ પાસે ૬૫ વર્ષીય વૃદ્ધ પર જી જી હોસ્પિટલમાં આઉટસોર્સિંગમાં નોકરી કરતા લખન ભદ્રા સહિત ચાર શખ્સો છરી ,ધોકા વડે ટુટી પડતા ભારે અફડાતફડી મચી ગઈ હતી અને તેઓને 12 ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદીના પુત્ર રાકેશ સાથે આરોપી પુત્ર વધુ નીશા એ છૂટાછેડા લીધા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

સીટી – એ ડિવિઝન પોલીસે જીજી હોસ્પિટલ આઉટશોશિગમાં નોકરી કરતા લખન ભદ્રા સહિત ચાર શખ્સો સામે IPC – કલમ ૩૨૪, ૩૨૪,૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસવી જે જાદવ ચલાવી રહ્યા છે.