જામનગર જૂની જેલ વિસ્તારમાં મોડીરાત્રે સુમરા યુવાન પર શશસ્ત્ર હુમલો

0
4878

જામનગરમાં જૂની જેલ વિસ્તારમાં મોડી રાત્રે સુમરા યુવાન પર જીવલેણ હુમલો

  • ૬ જેટલા શખ્સો છરી- ધોકા- પાઇપ સાથે તૂટી પડ્યા: મોડી રાત્રે પોલીસ તંત્ર દોડતું થયું
  • આરોપી (૧)ફરીદ ઉર્ફે બોદુ હનીફભાઇ ખફી તથા (૨) મોસીન ઉર્ફે જુમ્મો સલીમભાઇ ખફી તથા (૩) હાજી સીદીક ખફી તથા (૪) હનીફ સીદીક ખફી તથા (૫) ઇનાયત સલીમ ખફી તથા (૬) ફૈજલ હનીફ ખફી રહે બધા જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૩, જામનગરમાં જૂની જેલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો, અને ૬ જેટલા શખ્સો તિક્ષણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. જેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મોડી રાત્રે પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં જીલ્લા જેલ નજીક ગત રાત્રે હુસૈન ઇબ્રાહિમભાઇ ખફી નામના ૩૪ વર્ષ ના સુમરા યુવાન પર જૂની અદાવત નું મનદુઃખ રાખીને ૬ થી ૭ શખ્સોએ મંડળી રચીને છરી, તલવાર અને લોખંડ ના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગ્રસ્ત હુસૈન ખફી ને તાત્કાલિક ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ ની જાણ થતાં મોડી રાત્રે સિટી-એ ડિવિઝન ની સર્વેલન્સ ટીમ જી.જી.હોસ્પિટલમાં તેમજ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાન ની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે, જ્યારે જૂની જેલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.સીટી એ ડીવિ પોસ્ટે  ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ