ફરીયાદીને એટલી હદે વ્યાજ માટે હેરાન પરેશાન કરેલ હતા કે, ફરીયાદીએ દવા પી અને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો
લીધેલા પૈસા પરત ન ચુકવવા પડે તે આશયથી ખોટી ફરીયાદ ઉભી કરી છે. ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ એપ્રિલ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામજોધપુર મુકામે વસવાટ કરતા દર્શકગીરી ગૌસ્વામીદ્વારા તા.૦૮/૦૩/૨૦૨૫ના રોજ જંતુનાશક દવા પી અને આપધાત કરવાનો પ્રયાસ કરેલ અને તેઓને જામનગર જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને તેમનું સારવાર દરમ્યાન ફરીયાદ લેવામાં આવેલ તેમાં તેમને પૃથ્વીરાજસિંહ પ્રવીણસીંહ જાડેજા રે. વસઈ વાળાઓ પાસેથી પ લાખ ૧૦ ટકાના વ્યાજે અને ફેબ્રુઆરી ૨૦૨૫ના અરસામાં તમામ રકમ વ્યાજ સહિત ચુકવી આપેલ પણ હતી અને ત્યારબાદ ૧ લાખ કરી ૧૦ ટકાના વ્યાજે લીધેલ હતા અને તેનું મુદ્દલ અને વ્યાજ પણ ચુકવી આપેલ હતુંતેમ છતાં આરોપી પૃથ્વીરાજસીંહ પ્રવીણસીંહ જાડેજા તેમને હેરાન પરેક્ષા કરતા હોય, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય, અને મુદલ અને વ્યાજની રકમની ચુકવણી કરી દીધેલ હોવા છતાં મોટી રકમ વ્યાજ સહિત માંગવા દબાણ કરતા હોય, તેના કારણે ફરીયાદીએ ઝેરી જંતુનાશક દવા પી અને આપધાત કરવા કોશીશ કરેલ હોય અને તે બાબતની ફરીયાદ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ, જેની જાણ આરોપી પૃથ્વીરાજસિંહ પ્રવીણસિહન થતાં તેમના દ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મુક્ત થવા અરજી દાખલ કરતા તપાસ કરનાર પોલીસ દ્વારા લેખીતમાં જામીન અરજી સામે વાંધાઓ રજુ કરવામાં આવેલ અને સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ ખુબજ મોટું રાક્ષસી વ્યાજ વસુલ કરેલ અને મુડી પણ વસુલ કરી લીધેલ હોય અને તેમ છતાં આટલી હદે ફરીયાદીને ત્રાસ આપેલ છે કે, તેના કારણે તેમને પોતાનું જીવન ટુંકાવી લેવાનો પ્રયત્ન કરેલ છે અને જયારે વ્યક્તિ આપધાત કરવાનો પ્રયત્ન સુધી પહોંચી ગયેલ હોય તો તેવું અનુમાન થઈ શકે કે, આરોપીએ તેમને ખુબજ અમાનુષી ત્રાસ આપેલ હશે, તે ન માનવાને કોઈ કારણ નથી, અને આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે ફરીયાદી અને સાહેદોને ધમકીઓ આપશેજો આગોતરા જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ નાશી ભાગી જશે અને પોલીસ તપાસમાં સહકાર આપશે નહી અને આરોપીએ આ રીતે ગેરકાયદેસર રીતે નાણાધીરધારનો ધંધો કરેલ છે અને આ રીતે હાલ ખુબજ મોટું દુષણ સમાજમાં આ રીતે રાક્ષસી વ્યાજંકવાદીઓ ફેલાવી રહ્યા છે અને માણસોને ખુબજ દબાવી દબાવી અને તેમના પાસેથી તમામ મુડી હડપ કરી લે છે અને માણસોનું જીવન આ રીતે બગાડી નાખે છે અને તેઓ ખુલ્લેઆમ દાદાગીરીઓ કરી અને માર મારવાની ધમકીઓ આપી અને આ રીતે દબાણ કરે છે આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં આ પ્રકારની પ્રવૃતીઓ કરતા વ્યક્તિઓને વ્યાજંકવાદીઓને કાયદાની કોઈ બિક રહેશે નહી તેવી દલિલો થઈજેથી આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ ફરીયાદમાં જે સજાની જોગવાઈઓ ધ્યાને લેવામાં આવે તો કોઈ ફાંસી કે, આજીવન કેદની સજાની જોગવાઈ નથી, અને આ પ્રકરણમાં માત્ર અને માત્ર ફરીયાદીને સર્વસ્વ માની અને આરોપીને તમામ પૈસા મુડી અને વ્યાજ આપી દીધેલ છે, તેમ છતાં હેરાન પરેશાન કરતા હતા તે બાબત સામે આરોપીએ માત્ર અને માત્ર મદદ થવાના શુભ આશયથી પણ પૈસા આપેલ હોય અને તે પરત કરવા ન પડે તે પણ કારણથી ખોટી ફરીયાદ કરેલ હોય, તે પણ અનુમાન થઈ શકે, અને આગોતરા જામીન આપવામાં આવશે તો પણ શરતો આધીન હોય, આરોપી તમામ પ્રકારની શરતોનું પાલન કરશે
આરોપીના બંધારણીય અધિકારો ધ્યાને લઈ અને આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવા જોઈએ તે બાબતની રજુઆતો કરવામાં આવેલ આમ નામ.અદાલતે તમામ રજુઆતો દલીલો ધ્યાને લઈ અને આરોપી પૃથ્વીરાજસીહ પ્રવિણસીહ જાડેજાને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.