જામનગર ધ્રાફા ગામમાં આવેલી ખેડૂત બુઝુર્ગની ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો

0
4995

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલી ખેડૂત બુઝુર્ગની ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો

  • જમીન વેચાણથી આપ્યા પછી ચાર આરોપીઓએ જમીન ખાલી નહીં કરતાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના ખેડૂત બુઝુર્ગની જમીન પચાવી પાડવા અંગે ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વલીમહંમદ ભાઈ ઉંમર ભાઈ જુણેજા ઉંમર વર્ષ (૬૪) કે જેઓએ ધ્રાફા ગામના ઈબ્રાહીમ કાસમ જુણેજા વગેરે સાથે ધ્રાફા ગામમાં આવેલી ખેતીની જમીન કે જેના રેવન્યુ સર્વે નંબર-૧- ૫૫૭ હેકટર આરે. ચોરસ મીટર ૪૪.૪૨ તેમજ સર્વે નંબર -૨ ૫૬૪ હે.આરે એક તારા સાથે ચોરસની ૨ ૪૩-૩૦ ના ક્ષેત્રફળ ની ખેતી ની જમીન કે જે વેચાણથી લીધી હતી, અને તેના વેચાણ કરાર કર્યા હતા.દરમિયાન આરોપી ઇબ્રાહમ કાસમ જુણેજા, અને તેની સાથેના ગુલમામદ કાસમ જુણેજા, ઈસ્માઈલ હમીર જુણેજા અને સલીમ હમીર જુણેજા વગેરે જગ્યામાં પેશ કદમી કરી જગ્યા ખાલી નહીં કરી ફરીથી જમીન માંગવા આવશે તો ટાંટિયા ભાંગી નાખશે તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હોવાથી આખરે જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી.જે અરજી ની તપાસ પછી આખરે ધાફાના ખેડૂતની ખેતી ની જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું હતું. તેથી શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં વલીમોહમ્મદ ભાઈ ઉંમરભાઈ જુણેજા ની ફરિયાદ ના આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૨ ની કરણ ૪(૩), તેમજ ૫૦૪ અને ૫૦૬.૨ અને મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.