જામનગરમાં અમરેલી ACB ના ધામા : પટાવાળાને છટકાની ગંધ આવી જતા પલાયન

0
4779

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મેડિકલ બોર્ડના એક પટાવાળાએ મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવા માટે અઢી લાખ રૂપિયાની લાંચ માગી

  • અમરેલી એ.સી.બી. ટુકડીએ ગોઠવેલા લાંચના છટકા સમયે ગંધ આવી જતાં લાંચની રકમ પરત આપીને પટાવાળો ભાગી છૂટ્યો

  • જામનગર એસીબીની ટુકડી દ્વારા ભાગી છુટેલા પટાવાળાની શોધખોળ અમરેલી એસીબીએ ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, જામનગરની મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર નાં એક ચોથા વર્ગ નાં કર્મચારી એ રૂ.૨૫ હજાર ની લાંચ ની રકમ સ્વીકારતા સમયે લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવ્યા ની ગંધ આવી જતાં લાંચ ની રકમ પરત આપી ને કર્મચારી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

એક સરકારી કર્મચારી ને બદલી માટે બીમારી નું સર્ટિફિકેટ જોઈતું હતું.તે માટે રૂપિયા અઢી લાખની લાંચ માગવામાં આવી હતી. જેમાં ૪૫,૦૦૦ રૂપિયા આપવાનું સેટલમેન્ટ થયું હતું અને ૨૦,૦૦૦ ની રકમ અગાઉ ચૂકવી દીધા બાદ આજે ૨૫,૦૦૦ ની રકમ આપવા સમયે લાંચ નું છટકું ગોઠવાયું હતું.

આ.બનાવ ની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ને વર્ષ-૨૦૧૪ થી હદયરોગ ની બિમારી લાગુ પડી હતી. જેના કારણે ફરીયાદી એ તેમના વિભાગ મા વતનથી નજીક ના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપેલો, જે સબબ ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામા આવ્યા હતા. જયાં આ કામના આરોપી એવા પટાવાળા અશોક ધીરુભાઈ પરમાર એ ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હરી. જેમા રકઝકના અંતે રૂા.૪૫,૦૦૦ લાંચ ની રકમ આપવાનુ નકિક થયુ હતું. જે પૈકી રૂા.૨૦,૦૦૦ ની લાંચની રકમ ફરીયાદી એ આપી દિધી હતી. અને બાકી રહેતી લાંચની રકમ રૂા.૨૫,૦૦૦ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેમણે અમરેલી એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદી ની ફરીયાદ આઘારે આજે બપોરે ૧૨:૪૫ કલાકે જી.જી.હોસ્પિટલ નાં મેડિકલ બોર્ડ વિભાગ મા લાંચ ના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી અશોક પરમાર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતાં આ લાંચની રકમ ફરીયાદી ને પરત આપી નાશી ગયો હતો. જેને જામનગર એસીબી ની ટીમ શોધી રહી છે.

લાંચ નું આ છટકુ અમરેલી નાં ઇન્ચાર્જ પો.ઇન્સ આર. ડી. સગર એ ગોઠવ્યું હતું, અને તેની સાથે લાંચ રૂશ્વત વિરોધી શાખા બોટાદ નો સ્ટાફ જોડાયો હતો. અને સુપર વિઝન અધિકારી તરીકે જી. વી. પઢેરીયા ( ઇ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર) રહયા હતા.