જામનગર જીલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો.

0
329

જામનગર જીલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો.

જીલ્લા કલેકટર સૌરભ પારઘી, મ્યુનિ. કમિશ્ર્નર વિજય ખરાડી અને ડીડીઓ મીહીર પટેલએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.

જામનગર : થોડા સમય પહેલા ગુજરાત રાજયના વહિવટીતંત્રમાં ધરખમ ફેરફાર થયા હતા અને કુલ 77 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં જામનગર જીલ્લા કલેકટર અને ડીડીઓનો પણ સમાવેશ થયો હતો, જામનગરના મ્યુનિ. કમિશ્ર્નરની પહેલા જ બદલી કરી દેવામાં આવી હતી.

ઉપરોકત્ત આઇએએસ અધિકારીઓના સ્થાને જામનગર જીલ્લા કલેકટર તરીકે ડો. સૌરભ પારઘી, મ્યુનિશિપલ કમિશ્ર્નર તરીકે વિજય ખરાડી અને ડીડીઓ તરીકે મીહીર પટેલની નિમણુંક કરવામાં આવી હતી જેથી આ ત્રણેય આઇએએસ અધિકારીઓએ આજે પોત-પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

જામનગરના નવનિયુકત કલેકટર ડો.સૌરભ પારઘીએ ગઇકાલે બપોર પછી જિલ્લા કલેકરટનો ચાર્જ સંભાળ્યો હતો. કલેકટર કચેરીની વિવિધ શાખાની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જામનગરના નવનિયુકત્ત મ્યુનિ. કમિશ્ર્નર વિજય ખરાડીએ પણ આજે પોતાના ચાર્જ સંભાળ્યા બાદ જામનગર મહાનગર સેવા સદનની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી.