જામનગરના શાપર નજીક બોલેરોમાં થતી શરાબની હેરાફેરીનો પર્દાફાશ: દારૂનો જંગી જથ્થો ઝડપાયો

0
2436

જામનગરના શાપર નજીક બોલેરોમાં થતી શરાબની હેરાફેરીનો પર્દાફાશ: દારૂનો જંગી જથ્થો ઝડપાયો

બોલેરો, અંગ્રેજી શરાબની 600 બોટલ સહિત કુલ રૂા.6.56 લાખનો મુદ્દામાલ જપ્ત : બે શખસની ધરપકડ..

કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે મળી મોટી સફળતા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૭.જામનગર તાલુકાના શાપરના પાટિયાથી ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બોલેરા પીકઅપ વાહનને આંતરીને પોલીસે તલાશી લેતા તેમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમતની 600 બોટલ દારૂ અને બોલેરો સહિત રૂા.6,56,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી. લાલપુર ગામમાંથી પોલીસે શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના શાપર ગામમાં પાટિયાથી ગામમાં જવાના માર્ગ પરથી દારૂના જથ્થા સાથે વાહન પસાર થવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફ  એ.એસ.આઇ જયરાજસિંહ રામસિંહ જાડેજા તથા પો.કોન્સ ભુપેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા પો.કોન્સ જીજ્ઞેશ પરમાર, જયરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા વિગેરે વોચ ગોઠવી પસાર થતા જીજે10 ટીટી 1293 નંબરના બોલેરો પીકઅપ વાહનને આંતરીને તલાશી લેતા વાહનમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમતની 600 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને રૂા.3.50 લાખની કિંમતની પીકઅપ વાહન અને રૂા.6,500 ની કિંમતના ચાર મોબાઇલ સહિત રૂા.6,56,500ના મુદ્દામાલ સાથે

(1) રમેશભાઇ હીરાભાઇ ખીંટ
(જાતે ભરવાડ ઉ.વ 23 ધંધો અભ્યાસ રહે.પલાસવા ગામ તા.રાપર જી.પુર્વ કચ્છ)
(2) લખમણભાઇ મેપાભાઇ ગળચર
(જાતે રબારી ઉ.વ 22 ધંધો ડ્રાઇવીંગ રહે.ખોડા પીપર ગામ તા.પડધરી જી.રાજકોટ) નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને દારૂનો જથ્થો કોની પાસેથી ખરીદ કરી અને કોને આપવા જતા હતા તે અંગેની વિગતો મેળવવા તપાસ આરંભી હતી.