હાલારમાં આંદોલન ઈફેક્ટ : વધુ 75 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

0
4414

હાલરના બંને જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને વધુ ૭૫ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

  • જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧૭ જ્યારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વધુ ૧૫ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર તા ૬, લોકસભા -૨૦૨૪ ની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, અને આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રીય આંદોલનના પગલે સંવેદનશીલ મતદાન મથકોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોની ફરિયાદના આધારે બંને જિલ્લામાં વધુ ૭૫ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે.અગાઉ ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો હતા, તેના બદલે હવે ૪૫૧ મતદાન મથકો જાહેર થયા છે. જામનગર શહેરમાં ઉત્તર વિધાનસભા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અગાઉ ૩૧ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા હતા. જેમાં ૧૭ મતદાન મથકનો વધારો કરાયો છે અને હવે ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે.

તે જ રીતે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૩૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા હતા. જેમાં ૧૫ નો ઉમેરો કરાયો છે. અને હાલ ૫૩ મતદાન મથકો ને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી રહી છે.