જામનગરમાં જુની અદાવતના ખારમાં ધિંગાણું : 4 સામે ફોજદારી

0
8871

જામનગરમાં આરબ યુવાન પર તિક્ષણ હથીયાર વડે જીવણલ હુમલો.

  • આરોપી :- (૧) ઇદ્રીશ હાલા (૨) મોઇન હાલા રહે બન્ને.ધાંચીની ખડકી, જામનગર તથા (૩) બે અજાણ્યા ઇસમો 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં યુવાન પર જીવણ હુમલો કર્યો હતો. જેમાં જામનગર આરબ જમાતના યુવાન મોહસીન આવડભાઇ અબદાન પર જૂની અદાવત નો ખાર રાખીને ૪ જેટલા શખ્સો દ્વારા તિક્ષણ હથીયાર વડે ટૂટી પડતાં યુવાનને તાત્કાલિક હોસિપટલ ખસેડવામાં આવ્યો હતો

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબજામનગર શહેરના હાપા રોડ મહારાજા સોસાયટીમાં રહેતા મોહસીન આવડભાઇ અબદાનના મિત્ર ફૈઝલ રજાકભાઇ સરધશીયાને ઇદ્રીશ હાલાના મિત્ર ફેસલ ફારુક મુલ્લા સાથે અગાઉ બોલાચાલી ઝધડો થયેલ હોય જે બાબતે સમાધાન માટે ગયા હતા ત્યા સામાવાળા હાજર હોય, અને સમાધાનની ના પાડી ફરીયાદી મોહસીન તથા તેના મિત્ર ફૈઝલ ઉપર તિક્ષણ હથીયાર વડે જીવલેણ હુમલો કરી દેતા લોહીલુહાણ હાલમાં જી.જી હોસ્પિટલ ખસેડાયા હતો બનાવની જાણના પગલે આરબ જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

આ ઘટના ની જાણ કરાતા સિટી-એ ડિવિઝન પોલીસ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને મોહસીન ફરિયાદ પરથી ચાર શખ્સો સામે IPC કલમ-૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે