જામનગરમાં લાલવાડી આવાસ પાસે કાદવ કીચડ વચ્ચે ચાલતી આગણવાડી

0
2770

જામનગરમાં લાલવાડી આવાસ પાસે કાદવ કીચડ વચ્ચે ચાલતી આગણવાડી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧ ઓગસ્ટ ૨૪, જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના ભૂલકાંઓ માટે ની આંગણવાડી કાદવ કીચડ વચ્ચે કાર્યરત હોવા થી બાળકો નાં આરોગ્ય ઉપર ખતરો ઝળૂંબી રહ્યો છે.જામનગર મા લાલવાડી વિસ્તાર મા ચાલતી આંગણવાડીમાં અનેક નાના ભૂલકાઓ શિક્ષિત થઈ રહયા છે.પરંતુ આંગણવાડી પાસે જ કાદવ કીચડ અને ગંદકી હોવાથી આવા ભૂલકાઓ બીમાર પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.આજે જામનગરનાં નગર સેવિકા રચનાબેન માડમ એ આંગણવાડી વિસ્તાર ની જાત મુલાકાત કરી હતી. અને ગંદકી નિહાળી રોષ વ્યક્ત કર્યો હતો.

જામનગર માં કોલેરા અને શંકાસ્પદ ચાંદીપુરા ના કેસ વધતા જોવા મળે છે.ત્યારે આંગણવાડીના બાળકો બીમાર પડશે તો તેની જવાબદારી કોની ? આથી મહાનગર પાલિકા નાં સતાધીશો એ સત્વરે અહીં ના કાદવ કીચડ ની સફાઈ કરવી જોઈએ .તેવી માંગણી તેઓએ કરી હતી.