પ્રધાનમંત્રી અને તેમની માતા અંગે ટીપ્પણી કરનાર ”અફઝલ લાખાણી” ના થોકબંધ કાંડ

0
2144

પ્રધાનમંત્રી અને તેમની માતા અંગે ટીપ્પણી કરનારે જામનગરના વેપારી સાથે કરી રૂા. અઢી લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૬ જાન્યુઆરી ૨૩ જામનગરમાં ગેલેક્સિ સિનેમા નજીક હાર્ડવેર ની દુકાન ધરાવતા એક વેપારીએ પોતાની સાથે બાર્જ રીપેરીંગ ના સ્પેરપાર્ટ ખરીદી જઈ, પૈસા પરત નહીં આપી રૂપિયા 2.56. લાખ ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ સિક્કાના બાર્જ ના સંચાલક સામે નોંધાવી છે. જે આરોપી સામે ભારતના વડાપ્રધાન અને તેના માતા વિરુદ્ધ ટીપ્પણી કરવા અંગે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે, અને એસ.ઓ.જી. શાખા એ તેની ધરપકડ કરી લીધી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ગેલેક્સી સિનેમા નજીક હાર્ડવેરના માલસામાનની દુકાન ધરાવતા રાજેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાની દુકાનેથી રૂપિયા 2,56 લાખ નો માલ સામાન ખરીદ કરી પરત નહીં આપી છેતરપિંડી કરવા અંગે મૂળ ભાવનગર ના વતન અને હાલ પંચવટી સોસાયટી, સિક્કામાં રહેતા મૂળ ભાવનગરના વતની અફઝલ લાખાણી નામના બાર્જ સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી વેપારી પાસેથી આરોપી અફઝલ ભાઈએ બાર્જ રીપેરીંગ ને લગત સ્પેરપાર્ટ ની ખરીદી કરી હતી, જેની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત આરોપી સામે સિક્કા પોલીસ મથકમાં ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરવાના પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને એસ.ઓ.જી.ની ટીમે તેની ધરપકડ કરી લીધા પછી જેલ હવાલે કરાયો છે. જેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.