જામનગરમાં PI , PSI ની ફેરબદલી બાદ પોલીસ કો. હેડ કો.ની બદલીનો ઘાણવો નિકળ્યો

0
5036

જામનગર જિલ્લામાં પી.આઇ.-પી.એસ.આઇ. ની ફેરબદલી પછી અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીના પણ ઓર્ડર નીકળ્યા

  • જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ વર્ષથી વધુ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૭૫ પોલીસ જવાનોની જિલ્લામાં અન્યત્ર ફેર બદલી કરાઇ
  • સીટી-બીના પ્રદિપસિંહ રાણા સીટી – એ માં,સીટી- એ ના શિવરાજ સિંહ રાઠોડ સીટી સી , ટ્રાફીક ના ફિરોજ દલ સીટી -સી તથા સીટી-સી ના ઘવલગીરી ગોસાઈ ટ્રાફીક માં મૂકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૪, આગામી લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે સરકારી તંત્રમાં ફેરબદલીઓનો દોર ચાલી રહ્યો છે, જેની સાથે સાથે જામનગર જિલ્લાના પોલીસ બેડામાં પણ મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. બે દિવસ પહેલાં જ જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસમાં મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરવામાં આવી હતી, અને જામનગર શહેર જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં બદલીના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં બહારથી આવેલા નવા પીએસઆઇનો પણ સમાવેશ થાય છે.

જે બદલી બાદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓની આંતરિક ફેર બદલીઓના પણ ઓર્ડર કાઢ્યા હતા.

જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ જવાનોના પણ બદલીના ઓર્ડર કાઢ્યા હતા, જેમાં એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, અને પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૭૫ પોલીસ કર્મચારીઓના જામનગર શહેર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં આંતરિક ફેર બદલીના ઓર્ડર કાઢ્યા છે. અને તમામ પોલીસ કર્મચારીઓને જે તે પોલીસ સ્ટેશનના સ્થળેથી પોતાનો ચાર્જ છોડીને નવા નિમણૂકના સ્થળે હાજર થઈ જવા માટેના હુકમ કરાયા છે.