જામનગર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં “નફ્ટ શિક્ષક” ના જામીન નામંજુરઃ જુવો VIDEO

0
3824

જામનગરના ચકચારી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં આચાર્યના જામીન નામંજુર

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૭. મે ૨૩ જામનગરના લાખાબાવાળ પાસેની નર્સિંગ અને બીએડ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર અને આચાર્ય મનિષ બુચ સામે હાલ યુવાન વયની થઈ ચુકેલી સત્યસાંઈ શાળાની પુર્વ વિદ્યાર્થીની દ્વારા શાળાના તત્કાલિન આચાર્ય મનિષ બુચ દ્વારા પોતે સગીર હતી ત્યારે તેના સાથે શાળામાં અને હવાઈ ચોક નજીક આવેલા જુના ઘર ખાતે દુષ્કૃત્ત કરાયાના આરોપ સાથે ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

એનએસયુઆઈ દ્વારા ઠેર-ઠેર આવેદન આપવામાં આવ્યા હતા. બાદમાં હાલ નર્સિંગ અને બીએડ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય એવા મનિષ બુચની વડોદરાથી ધરપકડ થઈ હતી. જે પછી રીમાન્ડ પુરા થતાં તેને જેલમાં મોકલાયો હતો. જ્યાંથી તેણે રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેમાં બંને પક્ષે બે ત્રણ મુદ્દતોમાં લંબાણ પુર્વકની દલીલો થઈ હતી. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ અદાલત સમક્ષ રજુઆતો કરી હતી કે, આ હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ જગતને સ્પર્શતો કેસ છે. હાઈકોર્ટ દ્વારા આવા જ કેસમાં આરોપીને જામીન અપાયા નથી. આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો તેની સમાજ ઉપર અસર પડે તેમ છે. આરોપી સામે અગાઉ પણ એક પરીક્ષામાં પેપર વહેલું ખોલી નાંખવાના આક્ષેપ સાથેનો કેસ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાયેલો છે. ઉપરાંત તેઓએ વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા. બાદમાં આ કેસમાં અદાલતે બંને પક્ષોને સાંભળીને આજે ચકચારી કેસના આરોપી પુર્વ આચાર્યની જામીન અરજી રદ કરી હતી.