જામનગરમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી અડધા કરોડના ફ્રોડ કેસમાં આરોપી જામીન મુક્ત

0
2

જામનગર રીલાયન્સના કર્મચારીને ડીઝીટલ એરેસ્ટ કરી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી અને પાર્સલમાં ડ્રગ્સ તથા ગેરકાયદેસરના પાસપોર્ટ હોય તેવી ધમકી આપી લાખો રૂપિયાની રકમ ઓળવી જવાના સાઈબર ફોડમાં રાજસ્થાની આરોપીઓને જામીન મુક્ત કરતી નામદાર સેશન્સ અદાલત

  • સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ દ્વારા આરોપીઓને રાજસ્થાનથી અટક કરવામાં આવેલ

  • સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ દ્વારા તપાસમાં ફરીયાદી અને તેમના પત્ની બંનેના એકાઉન્ટ માંથી ૫૫ લાખ જેવી મોટી રકમ ટ્રાન્સફર થયાની હકિકતો જાહેર થયેલ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૬ માર્ચ ૨૫ આ ચકચારી કેશની વિગત એવી છે કે, રીલાયન્સ કંપનીમાં કામ કરતા ઉપમન્યુ ધનશ્યામભાઈ મહેતાને એપ્રીલ ૨૦૨૪ના અરસામાં ફેડેકસ કુરીયર ડીપાર્ટમેન્ટમાંથી ફોન આવેલ અને તેમને જણાવેલ કે, તમારા આધારકાર્ડ સાથે જોઈન્ટ કરી અને તમારા નામે પાર્સલ આવેલ છે અને તે પાર્સલમાં ૫ પાસપોર્ટ, ૨ ક્રેડીટ કાર્ડ, ૧ લેપટોપ, ૫ કીલો કોપર, ૫ કીલો કપડા, તથા ૭૫૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવેલ છેતમારે આ બાબતે મુંબઈ સાઈબર ક્રાઈમનો સંપર્ક કરવો પડશે અમારે આ તમારા પાર્સલની વિગત સાઈબર ક્રાઈમ મુંબઈ વાળાને આપવાની રહેશે ત્યારબાદ મુંબઈ નાર્કોટીકસ સેલ” પર ફરીયાદીને વિડીયો કોલ આવેલ અને ફરીયાદીને વિડીયો કોલમાં પોલીસ સ્ટેશન જેવો રૂમ બતાવેલ અને તેમા ઘણા બધા પોલીસ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય તેવુ વિડીયો કોલમાં બતાવવમાં આવેલ અને મુંબઈ પોલીસ નામનું આઈ.ડી. કાર્ડ મોકલી આપેલ અને ત્યારબાદ સામાવાળા વ્યક્તિ  દ્વારા ફરીયાદીના આધાર કાર્ડ નંબર લેવામાં આવેલ અને ફરીયાદીના ખાતામાં ૭ રાજયમાં ટ્રાન્ઝેકશન થયેલ છે અને મોહમદ અલી નામનો વ્યકતી તમારા આધાર કાર્ડથી લિંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરે છે.જે અમારા સસ્પેકટ લીસ્ટમાં છે અને તેના પર મની લોન્ડરીંગનો કેસ છે આરોપી દ્વારા ફરીયાદીના અન્ય અકાઉન્ટની વિગતો માંગેલ અને મુંબઈ પોલીસનું “ઓનલાઈન મુસયુઝ ઓફ આઈડીન્ટીફીકેશન કેશ”ની શરતો વાળો લેટર તેમજ મીલીન્દ ભારંભે ડિ.સી.પી. ક્રાઈમ બ્રાંચની સહિ અને સ્ટેમ્પ વાળો લેટર મોકલી ફરીયાદીને આજીવન કેદના ગુન્હામાં ફસાવી દેવાનો ભય બતાવેલ અને ઓનલાઈન ફરીયાદી અને તેમના પત્નીના ખાતામાંથી ૫૫ લાખ ખંખેરી લીધેલ, આ બાબતની ફરીયાદીએ ઓનલાઈન સાઈબર ફરીયાદ દાખલ કરતા આ બાબતની ફરીયાદ સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે નોંધવામાં આવેલ અને તપાસ દરમ્યાન આ ફોન ઉપર વાતચીત કરનાર અને ખોટી પોલીસની ઓળખ આપનાર વિગેરેના નામ ખુલેલ અને તેમાં અરોપી (૧) ટીકમસિંહ દિલીપસિંહ ચૌહાણ ત્થા (૨) સન્ની મહેશકુમાર સહાની વિગેરે દવારા અજાણ્યા વ્યકતીના ખાતામાં રૂા.૫૫,૦૦,૦૦૦/- બળજબરી પુર્વક નાણા પડાવી લીધેલ હોવાનું તપાસમાં ખુલતા આરોપીઓની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતોજેથી આરોપીઓએ જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરતા સરકાર પક્ષે અને સી.આઈ.ડી.સાઈબર ક્રાઈમ પોલીસ ધ્વારા વાંધાઓ લેવામાં આવેલ કે, હાલ આ રીતે ઓનલાઈન ફોડનો રેશીયો વધી ગયેલ છે અને ડીઝીટલ એરેસ્ટની ખોટી ધમકીઓ બતાવી અને પોલીસના નામે લાખો રૂપિયાના તોડ થઈ રહ્યા છે, અને હાલ ભારત સરકાર આ વિશે જાગૃતતા માટે ખુબજ સર્તક છે અને આ તમામ નાણા વિદેશમાં આતંકી ભંડોળમાં વપરાય રહયા છે અને દેશને બરબાદ કરવાની કામગીરી આ રીતે ચાલે છેતેમાં અનેક લોકોને આ રીતે ભોગ બનાવેલ હોય, અને અટકાવવા માટે સરકાર ગલીએ ગલીએ અને શહેરમાં મોટા મોટા હોલ્ડીંગ્સ લગાવી અને આ રીતે ભોગ કોઈ ન બને તેના માટે ખુબજ પગલાઓ લઈ રહયા છે, અને આ આરોપીઓ ધ્વારા આ જ પ્રકારની ખોટી પોલીસની ઓળખ આપી, ખોટું પોલીસ સ્ટેશન બતાવી, અને આ ડીઝીટલ એરેસ્ટની આડમાં કૃત્ય કરેલ છે, તેથી આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપીઓ પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર ડીઝીટલ એરેસ્ટની બદી વધી રહેલ છે અને સરકાર શ્રી આ ગુન્હાઓ રોકવાની કામગીરી કરી રહેલ છે, તેથી આરોપીઓને તેમના જામીનના અધિકારોથી વંચીત રાખી શકાય નહી,

તથા આ ફરીયાદમાં જામીન આપવા અંગે ખુબજ ધારદાર દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ દલીલો અને રકર્ડ ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી (૧) ટીકમસિંહ દિલીપસિંહ ચૌહાણ ત્થા (૨) સન્ની મહેશકુમાર સહાનીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા રોકાયેલા હતા.