જામનગરમાં હત્યા પ્રયાસનો આરોપી પોલીસને થાપ આપી ફરાર: નાકાબંધી

0
810

જામનગરમાં હત્યા પ્રયાસનો આરોપી પોલીસને થાપ આપી ફરાર

સુમરા ચાલી વિસ્તારમાં રવિવારે બપોરે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને પોલીસ દ્વારા બન્ને પક્ષે સામસામે ખૂનની કોશિશ અંગેના ગુના નોંધવામાં આવ્યા હતા.

જાજરૂ જાવાના બહાના હેઠળ આરોપી તોસીમ આમદ ખફી પોલીસને ચકમો આપી ફરાર.. પોલીસ દ્વારા ચોતરફ નાકાબંધી…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૭.જામનગર શહેરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી કલમ 307, હત્યાના પ્રયાસના ગુનાના તોસીમ આમદ ખફી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને આ આરોપીને અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન જ તૌસિમ ખફી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાશી જવામાં સફળ થયો હતો. હત્યા પ્રયાસનો આરોપી નાશી જતાં પોલીસે શહેરમાં નાકા બંધી કરી આ આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.