જામનગર સહિત રાજ્યમાં હાહાકાર મચાવનાર કરોડો રૂપિયાના ટ્રકના કૌભાંડમાં ૪ આરોપીઓને ફક્ત પાંચ દિવસમાં જામીન મુકત કરતી નામ.સેશન્સ કોર્ટ
-
ટ્રકને ભુલી જવાના કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી આચરવામાં આવતું કૌભાંડ
-
જો આ ટ્રક સીઝર દ્વારા રોકવામાં આવેતો તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી
-
બચાવપક્ષ ના વકીલ રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કેસમાં સંડોવાયેલા આરોપીઓને માત્ર ૫ દિવસમાં જ જામીન મુકિત.
દેશ દેવી ન્યૂઝ તા. ૧ ડીસેમ્બર ૨૪ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા ટ્રક કૌભાંડ માં ફાઇનાન્સ કંપનીમાંથી લોન પર ટ્રક લઈ બાદમાં લોન ન ભરી ભૂલી જવાના બનાવી અન્યને વેચી મારવામાં આવતા અને આ ટ્રક સીઝર દ્વારા રોકવામાં આવેતો તેમને અને તેમના પરીવારને જાનથી મારી ધમકી આપવાના કેસમાં આરોપીને પાંચ દિવસમાં જામીનમુક્ત કરતી જામનગરની સેસન્સ કોર્ટ
આ કેસની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોલામંડલમ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ ફરીયાદ જાહેર કરેલ છે કે, ફરીયાદી કંપની લોન આપવાનું કામકાજ કરતી હોય અને તેમાં આરોપીઓએ કાવતરૂ રચી અને કાવતરાના ભાગ રૂપે એકબીજા ના નામે ટ્રકો અને કાર ખરીદ કરી અને અને કરોડો રૂપિયાની અલગ અલગ વાહનનોની લોન લઈ અને ઈરાદાપુર્વક હપ્તાઓ નહી ભરી અને કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ છે, અને આ ટ્રકો અને કાર કાવતરાના ભાગ રૂપે મોટા માથાભારે ઈસમોને અડધી કિંમતમાં બારોબાર વેંચાણ કરી નાખી અને મોટામાથાઓ આ વાહનો પોતાના અંગત ઉપયોગ અને ધંધાના ઉપયોગમાં લેતા હોય અને જો કોઈ કંપનીના સીઝર કે, રીકવરીના સ્ટાફ આ લોકો ઉધરાણીએ જાય ત્યારે આરોપીઓ કંપનીના કર્મચારીઓને ડરાવી અને ધમકાવી ભગાડી મુક્તો હોય
અને ટ્રક સીઝ કરવા રોકે ત્યારે કંપનીના ઉપરી અધિકારીઓને ટ્રક જવા દેવા કહી અને ટ્રક નહીં જવા દે તો તેને અથવા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીના કર્મચારીને ભયમાં મુકી બળજબરીથી ટ્રકો પોતાના કબજામાં રાખેલ હોય અને લોન પર લીધેલ વાહનોની બળજબરી પુર્વક લોન પણ ભરપાઈ કરતા ન હોય તેવી ફરીયાદ જાહેર કરવામાં આવી હતી
,આ ફરીયાદ જાહેર થતા તા.૨૫/૧૧/૨૦૨૪ના રોજ આરોપી મુળુભાઈ દાનાભાઈ મુછાળ (મુછાલ) (૨) જેઠાભાઈ દાનાભાઈ મુછાળ (રબારી) (૩) ગોવિંદભાઈ નાથાભાઈ ગળચર (ગરચર) (રબારી) (૪) લખમણભાઈ નાથાભાઈ ગરચર (રબારી)ની અટક કરવામાં આવેલ તેમની અટક કરી અને જેલ હવાલે તા.૨૫/૧૧/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ ત્યારબાદ આ આરોપીઓ ધ્વારા જમીન મુક્ત થવા માટે અરજી નામ.અદાલતમાં દાખલ કરતા સરકાર પક્ષે અને તપાસ કરનાર પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, આ કામના આરોપીઓએ વાહન હપ્તામાં લઈ અને હપ્તાઓ ભરેલ નથી અને તેઓએ જામનગરના મોટા માથાને વેંચાણ કરી નાખેલ છે અને ફરીયાદી પેઢીને લાખો રૂપિયાનું નુકશાન કરેલ છે
આ પ્રકારે કાર્યવાહી કરવાથી લોન સીસ્ટમ અને બેંકીંગ સીસ્ટમને માઠી અસર કરેલ છે, આ રીતે જો જામીન આપવામાં આવશે તો ગંભીર પ્રકારની સમાજમાં આર્થીક પ્રવૃતીઓ કરતા ઈસમોને છુટો દોર મળી જશે અને કાયદાની ડર રાખ્યા વગર આવી પ્રવૃતીઓ કરશે તેના કારણે આર્થીક મોટી નુકશાની થાય તેમ છે તેમજ આ કામને અન્ય આરોપીઓને અટક કરવાના બાકી છે તેમજ આ કામના અન્ય આરોપીઓની જામીન અરજીઓ ના-મંજુર થયેલ છે અને આ આરોપીઓને જો છોડી મુકવામાં આવશે તો તેઓ અન્ય લોકોને પણ આ રીતે શોર્ટકટ અપનાવી અને લાખો રૂપિયા કમાવવા માટે પ્રેરસે જે તમામ હકિક્તો ધ્યાને લઈ અને આ કામના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, લોન લીધેલ છે અને હપ્તાઓ ભરેલ નથી તે હકિકત ખરી છે,
કોરોના કાળ બાદ લાખો એવા મધ્યવમ વર્ગય વ્યક્તિઓ છે, તેઓ હપ્તા ભરી શકેલ નથી, તેઓએ કોઈ પીનલ કોડ કે, ફોજદારી ગુન્હો કર્યો ગણવો તે કાયદાનો સીધ્ધાંત ન હોય શકે, આ કામના આરોપીઓએ કોઈને ધાક ધમકી આપેલ નથી કે, કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી માત્ર આર્થીક ખરાબ સ્થિતીના કારણે હપ્તાઓ ભરી શકેલ નથી, તેથી તેઓ નિદોર્ષ છે અને ગરીબ વ્યકિતઓ છે, આ કામે મોટા માથાઓને ટારગેટ કરવાના એકમાત્ર આશયથી આ લોકોને આ ગુન્હામાં જોડી આરોપી બનાવવામાં આવેલ છે, અને જ્યારે જામીન મુક્ત કરવાનું નિર્ણય લેવાનું થાય ત્યારે આરોપી ઉપર જુના કેશો છે કે, કેમ અને તેની આર્થીક અને સામાજીક સ્થિતી પણ ધ્યાને લેવી જોઈએ સાથે સાથે તેમના બંધારણીય અધિકારો પણ સાથે ધ્યાને લેવા જોઈએ, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપીઓને જામીન તા.૨૯/૧૧/૨૦૨૪ મુક્ત કરેલ આ કેસમાં આરોપીઓ તરકે રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.