જામનગર ફાયનાન્સ કંપની માથી વાહન લોન પર ખરીદી અન્યને વંચી દેવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
-
લોન પર લીધેલા વાહનોમાં બેંકનું હિત સમાયેલું હોવા છતાંઅન્યને વેચી નાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી
-
બચાવ પક્ષના વકીલ લગધીરસિંહ ગોહિલ ની ધારદાર દલીલો ધ્યાને લઈ બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા નામદાર કોર્ટે નો આદેશ
દેશ દેવી ન્યુઝ તા . ૨૧ એપ્રિલ, ૨પ આ કેસની હકિક્ત એવી છે કેજામનગરના માધવ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા ફાઇનાન્સ કંપની માંથી મનુભા નાથુભા જાડેજા, સુભાષસિંહ માનસિંહ ભટ્ટી એ વાહન ખરીદી માટે અલગ અલગ સમયે લોન લીધી હતી , અને કંપની ને વિશ્વાસમાં લઈ લોન પર લીધેલ વાહનોના હપ્તાની ચુકવણી ન કરી વાહનો અન્યને વેચી નાખ્યા અંગેની ફરિયાદ ફાઈનાન્સ કંપનીના અધિકારી ગીરીશ દામજીભાઈ પટેલ દ્વારા પોલીસમાં આઈપીસી કલમ ૪૦૬, ૪૨૧, ૪૨૪, ૧૧૪, ૩૪ મુજ્બ નોંધાવી હતીજે કેસ કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીના વિદ્વાના વકીલશ્રીની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે. આરોપીઓ મનુભા નાથુભા જાડેજા, સુભાષસિંહ માનસિંહ ભટ્ટી તરફે વકીલ તરીકે લખધીરસિંહ વી. ગોહીલ રોકાયેલ હતા.