Home Gujarat Jamnagar જામનગર તાલુકાના ચંગા માંથી તરૂણી નું અપહરણથી ચકચાર

જામનગર તાલુકાના ચંગા માંથી તરૂણી નું અપહરણથી ચકચાર

0

જામનગર તાલુકાના ચંગા માંથી તરૂણી નું અપહરણ: પર પ્રાંતીય શખ્સ ઉઠાવી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ મે ૨૪ જામનગર તાલુકા ના ચંગા ગામ માં રહેતા સ્થાનિક પરિવારની સવા તેર વર્ષની પુત્રી નું એક પરપ્રાંતીય શખ્સે અપહરણ કર્યા ની પોલીસ માં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સગીરા તથા તેને નસાડી જનાર શખ્સ ની તપાસ શરૂ છે.

જામનગર તાલુકા ના ચંગા ગામ રહેતાં એક પરિવારની તેર વર્ષ અને ત્રણ મહિના ની વય ધરાવતી પુત્રી ગઈ તા.૪ ની રાત્રે આઠેક વાગ્યે પોતાના રહેણાંકના થી લાપત્તા બની જતાં તેણીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના મેઘા ગામનો અને અહી ખેત મજુરી કરતો સુભાષ મેડા નામનો શખ્સ આ તરૂણી ને ફોસલાવી ને પોતાની સાથે નસાડી ગયો હોવાની આશંકા પડતા આ સગીરાના વાલીએ પોલીસને જાણ કરી છે. પોલીસે સગીરા અને આરોપી ની શોધખોળ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version