જામનગરમાં એક યુવાનની કારની ઠોકરે હત્યા નીપજાવ્યાની ઘટનાથી સનસની

0
2

જામનગર નજીક વિજરખી પાસે બુલેટ પર નીકળેલા એક યુવાનની કારની ઠોકરે હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે જ પતિનું કાસળ કઢાવી નાખ્યાનું પોલીસ તપાસમાં સામે આવતાં સનસનાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ એપ્રિલ ૨૫ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું અને તેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યા નું સામે આવતાં પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું છે, અને પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધ્યો છે.આ ચકચાર જનક બનાવની વિગત એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો ૩૦ વર્ષ નો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે ૨૭ ડી.જે ૯૩૧૦ નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.૨૦ એ.ક્યુ. ૮૨૬૨ નંબરની થાર જીપના ચાલકે તેઓને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તેમાં બુલેટ ચાલક રવિ મારકણા નું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા.તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયા ને શોધી લેવાયો હતો, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલેજ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું, અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરા ના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું.

અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડ થી જામનગર તરફના માર્ગે બુલેટ નો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતક ની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું. જેથી આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિ ના પિતા ધીરજલાલ મારકણા ની ફરિયાદ ના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલ ના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.