કાલાવડના યુવાન ને બ્લેકમેઈલ કરી મરવા મજબુર કરવાના કેશમાં પતી-પત્ની ની જામીન અરજી રદ કરતી અદાલત
-
હું બે વ્યકિતથી કંટાળી ગયેલ છું, આ બે ના હિસાબે મારે આવું કરવું પડે છે, મને માફ કરો મારી છોકરીનું ધ્યાન રાખજો કહી ને જીવ દીધો હતો
-
યુવાને આત્મહત્યા કરતા પહેલા બે વ્યક્તિના નામે Video બનાવ્યો હતો જે ખુબજ વાયરલ થયો હતો
-
ફરીયાદી પક્ષે રાજેશ ગોસાઈ ની ધારાદાર દલીલો વચ્ચે દંપતિની જામીન અરજી નામંજુર કરવા આદેશ કર્યો હતો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ , કાલાવડ માં વસવાટ કરતા નરેશભાઈ નાથાભાઈ મહીડા ધ્વારા કાલાવડ પો.સ્ટેશન માં ફરીયાદ જાહેર કરેલ કે, તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ તેમના ભાઈ મહેશભાઈ મહીડા એ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. ફરીયાદી એ તેમના ભાઈ ના મોબાઈલ ની તપાસ કરતા તેમાંથી એક વિડીયો મળી આવેલ અને તે વિડીયો માં આરોપી ઓ મનસુખભાઈ દુદાભાઈ વાણીયા ત્થા લક્ષ્મીબેન મનસુખભાઈ વાણીયા તેમના પડોશી થતાં હોય અને તેઓ ને વારંવાર દુ:ખ, ત્રાસ આપતા હોય, તેઓ બહુ બ્લેકમેઈલ કરતા હોય હેરાન કરતા હોય જેથી તેઓએ આત્મહત્યા કરેલ છે, તેવી ફરીયાદ આરોપીઓ સામે નોંધાવી હતી.આમ ફરિયાદ દાખલ થતાંની સાથે આરોપીઓ દ્વારા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી માં આરોપીઓ તરફે દલીલો થયેલ કે, ફરીયાદ ધ્યાને લેવામાં આવે તો મરણજનારના માતા એ કામ ધંધા બાબતે ઠપકો આપેલ હોય અને તે ઠપકાના કારણે લાગી આવતા મરણજનારે પોતાનું જીવન ટુંકાવી નાખેલ છે અને જો આ ફરીયાદ મુજબ આરોપીઓનો ત્રાસ હતો તે મરણ જનારે પોલીસમાં કોઈ ફરીયાદ કરી હોત કે, કોઈ અરજી આપેલ હોત તેવી કોઈ જ અરજી કે ફરીયાદ આ ગુન્હા મા થયેલ નથી.આ ઉપરાંત આ વીડીયો કયાંથી આવ્યો છે, કેટલા સમય પહેલાનો છે અને કઈ રીતે મેળવેલ છે અને તે વિડીયો ગુજરનારના મોબાઈલ ફોનમાંથી જ મેળવેલ છે કે, કેમ ? તે તમામ પુરાવાનો વિષય છે, જેથી આરોપીઓ સામે કોઈ પ્રથમદર્શનીય કેશ નથી તેથી આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ.જેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, વિડીયોના જે શબ્દો છે તે ધ્યાને લેવામાં આવે તો મરણ જનારે પોતાની વેદના બતાવેલ છે , અને આ વીડીયો માં તેમને આરોપીઓ ના ત્રાસના કારણે આત્મહત્યા કરવા ફરજ પડેલ છે .તેવું જાહેર કરી અને પરીવાર જનો પાસે થી માફી માંગેલ છે અને મારી છોકરીનું ધ્યાન રાખજો તેવી પોતાની ચીંતા પણ વ્યકત કરેલ છે, કોઈ વ્યકિત આત્મહત્યા કરતા હોય, ત્યારે તેમના પાસે આ સીવાય અન્ય કોઈ વિકલ્પ જ બચ્યો ન હોય, ત્યાં સુધી આ આરોપીઓએ હેરાન પરેશાન અને બ્લેકમેઈલ કરેલ છે.આ પ્રકારના આરોપીઓને જો આગોતરા જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ પસાર થશે અને આ રીતે હેરાન પરેશા કરી અને માણસોની જીંદગી નર્ક બનાવતા વ્યક્તિઓને પણ કોઈ કાયદાની બિક રહેશે નહી, અને હાલ હજુ ફરીયાદ દાખલ થયેલ છે, તપાસ બાકી છે અને આ તમામ જે બનાવ બનેલ છે તે ગુજરનાર અને આરોપીઓ વચ્ચે થયેલ છે.
જો આરોપીઓની અટક કરવામાં આવશે તો જ તમામ હકિકતો સામે આવે તેમ હોય કે, શું હદે બ્લેકમેઈલ અને હેરાન પરેશાન કરવામાં આવેલ છે, તે તમામ તપાસમાં ખુબજ જરૂરી છે, તે ધ્યાને લઈ અને આ આરોપીઓના આગોતરા જામીન રદ કરવા અરજ કરી છે. આમ, અદાલતે તમામ દલીલો રેકર્ડ અને જે વિડીયો વાયરલ થયેલ છે, તે તમામ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી પતી-પત્નીની આગોતરા જામીન અરજી રદ કરી છે.
આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષભાઈ મુછડીયા રોકાયેલા હતા.