જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં સપ્તાહ દરમિયાન હત્યાની ફરી એક ઘટનાથી ભારે સનસનાટી
- ખેત મજૂરી કામ કરવા આવેલી શ્રમિક મહિલા નું ગળું કાપીને હત્યા નીપજાવાઈ: વાગુદડ રોડ પરથી મૃતદેહ મળ્યો
- મહિલાના પતિએજ કાસળ કાઢી નાખ્યું: પોલિસ દ્વાર આરોપીની શોધખોળ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન હત્યાની બીજી ઘટના સામે આવતાં સનસનાટી મચી ગઈ છે દશેરા જેવા પવિત્ર તહેવારના દિવસે પરપ્રાંતિય શ્રમિક મહિલાની ગળુ કાપી નાખી હત્યા નીપજાવવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો. મહિલાના પતિએ જ કાસળ કાઢી નાખ્યું હોવાનું અનુમાન લગાવી ભાગી છુટેલા પતિને પોલિસ શોધી રહી છે.આ હત્યા ના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી અને ખેત મજૂરી કામ કરતી હુગરીબેન સરદારભાઈ વાસકેલા નામની પર પ્રતિય ૨૭ વર્ષની શ્રમીક મહિલા કે જેનો મૃતદેહ આજે વહેલી સવારે ગળું કપાયેલી હાલતમાં અને લોહીથી લથબથ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતોઝ અને મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. ધારદાર હથિયાર નો ઘા મારી ગળું રહેંસી નાખી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવતાં પોલીસ દ્વારા હત્યા અંગેનો અપરાધ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ ની તપાસ દરમિયાન હુંગરીબેન વસકેલા ના પતિ સરદાર નામના શખ્સ દ્વારાજ હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ શંકા દર્શાવાઈ રહી છે. હત્યારો પતિ સરદાર વસકેલા હાલ ભાગી છૂટ્યો હોવાથી ધ્રોળ પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જે પોલીસના હાથમાં આવે પછીજ સમગ્ર હત્યાની ઘટના પરથી ભેદ ઉકેલાય તેમ મનાઇ રહ્યું છે.