જામનગરના જાણીતા બિલ્ડરને 2 વર્ષની સજા : 28 લાખનો દંડ

0
8

“જામનગરના જાણીતા બિલ્ડરને ચેક રીટર્નના કેશમાં ર વર્ષની સજા અને ર૮ લાખનો દંડ ફરમાવતી નામ.અદાલત”

  • “૧૪ લાખના ચેક સામે ૨૮ લાખ ચુકવવાનો હુકમ અને ર વર્ષની પુરેપુરી સજા ફરમાવતી નામ.અદાલત”

  • ઉલટ તપાસમાં એવો બચાવ કરાયો કે આરોપીની પેઢી તે ભાગીદારી પેઢી છે તેમાં આરોપી , ફરીયાદી બંને ભાગીદાર છે.

  • કોર્ટમાં ચાલેલ કાનૂની જંગમાં આરોપી અરવિંદભાઈ કટારમલે માત્ર મૌખીક રીતે બચાવ લીધેલ છે, કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ ન કરતા

દેશ દેવી ન્યૂઝ તા. ૧૦ ઓક્ટોબર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામે વસવાટ કરતા નિલેશગીરી છત્રગીરી ગૌસ્વામી ત્યા અરવિંદભાઈ રમેશભાઈ કટારમલ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપી અરવિંદભાઈ કટારમલ અને ફરીયાદી નિલેશગીરી ગૌસ્વામી બંન્ને કંન્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા હોય, જેથી આરોપી સાથે પરીચય હોય, જેથી આરોપીએ ફરીયાદી પાસેથી ૧૪ લાખ રૂપિયા હાથ ઉછીના માંગેલા, અને ફરીયાદીએ આરોપીને રૂા.૧૪ લાખ તેમની માંગણી મુજબ આપેલ ત્યારબાદ થોડો સમય બાદ આરોપી પાસેથી રકમની પરત માંગણી કરતા આરોપીએ તેમની પેઢીના ખાતાનો ચેક ફરીયાદીના નામ જોગનો આપેલ હતો.

જે ચેક મુદત તારીખે ફરીયાદીએ તેમના ખાતામાં જમાં કરાવતા મજકુર ચેક ‘અપુરતા ભંડોળ’ના કારણે પરત ફરેલ જેથી આરોપીને લીગલ નોટીસ આપેલ જેનો આરોપીએ કોઈ જવાબ આપેલ નહીં અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પણ ચુકવેલ ન હોય, જેથી આરોપીએ નામદાર અદાલત સમક્ષ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ફરીયાદ દાખલ કરી હતી

જે ફરીયાદમાં આરોપી હાજર થયેલ અને તેમને ફરીયાદીની ઉલટ તપાસ કરેલ અને કેશ ચાલેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા ફરીયાદી ધ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીની પેઢી તે ભાગીદારી પેઢી છે, તેમાં હાલના આરોપી અરવિંદભાઈ કટારમલ અને પ્રતાપભાઈ ગોરાણીયા બંન્ને ભાગીદારો છે, અને હાલના ફરીયાદી અને આરોપી વચ્ચે કોઈ વ્યવહાર થયેલ નથી , પરંતુ ફરીયાદીના પિતા અને આરોપીના ભાગીદાર પતાપભાઈ ગોરાણીયા વચ્ચે વ્યવહાર થયેલ હોય , જે વ્યવહારમાં ફરીયાદીના પિતાએ અલગથી કેશ પણ કરેલ છે , પરંતુ હાલનો ચેક તે આરોપી અરવિંદભાઈ કટારમલના ભાગીદાર પ્રતાપભાઈ ધ્વારા તેમની જાણ વગર આપવામાં આવેલ છે અને કોઈ કાયદેસરનું લેણું ફરીયાદીનું નથી નીકળતું અને તેવો કોઈ આધાર પણ આ કેશમાં ફરીયાદીએ રજુ કરેલ નથી અને ૧૪ લાખની રકમ આપવા માટે હાલના ફરીયાદી સક્ષમ જ નથી તેવી દલીલો કરવામાં આવેલ

જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, હાલના ફરીયાદીના પિતા અને આરોપીના ભાગીદાર સાથે જે વ્યવહાર છે, તે અલગ વ્યવહાર છે અને તે વ્યવહાર અંગે અલગ કેશ ચાલે છે અને તે કેશમાં અલગ બચાવ લેવામાં આવેલ છે, અને આરોપી તે વાતનું એડમીશન આપે છે કે, હાલના ફરીયાદી તેમના પિતા આરોપી અને આરોપીના ભાગીદારો વચ્ચે વ્યવહાર તો થયેલ છે, હવે વાત ચેકની આવે છે તે ચેકમાં એવો બચાવ લેવામાં આવેલ છે કે, આ ચેક તે હાલના આરોપીના ભાગીદારે જાણ બહાર આપી દીધેલ છે, તે કથન માત્ર કરવાથી કેશ સાબીત થાય નહી. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આરોપી જે બચાવ લે છે તેનો સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ કરવો જોઈએ, પરંતુ આ કામે તેવો કોઈ પુરાવો રજુ કરવામાં આવેલ નથી, વધુમાં આ ફરીયાદી અને આરોપી બંન્ને વચ્ચે એક લખાણ પણ થયેલ છે, સમગ્ર ટ્રાયલ દરમ્યાન આ લખાણ બાબતે કોઈ જ તકરાર લેવામાં આવતી નથી આ લખાણ તે આરોપીનું બાહેંધરી ખત છે અને તેમાં આરોપીએ બાહેંધરી આપેલ છે કે, તેઓ રકમ ચુકવવા માટે બંધાયેલ છે, તે હકિક્ત ધ્યાને લેતા આરોપીએ આ ચેક તેમનું કાયદેસરનું દેણું ચુકવવાના આધારમાં આપેલ હોવાનું પુરવાર નિઃશંક પણે થાય છે અને ફરીયાદી આ રકમ ચુકવવા માટે સક્ષમ નથી તેવો જે બચાવ લેવામાં આવેલ છે, તેની સામે આરોપીએ જ સાક્ષી આ કેશમાં બોલાવેલ છે, તેનાથી ફરીયાદીની સક્ષમતા રેકર્ડમાં સાક્ષી ધ્વારા જ લેવામાં આવેલ છે,

તે તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે તો, હાલના કેશમાં આરોપીએ માત્ર મૌખીક રીતે બચાવ લીધેલ છે, કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ કરેલ નથી અને ફરીયાદ પક્ષના કેશમાં કોઈ જ રીતે શંકા ઉત્પન્ન કરેલ નથી, જેથી આ કામે ફરીયાદ પક્ષે કેશ નિઃશંક પણે સાબીત કરેલ છે, ખરી હકિકતમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટમાં ફરીયાદીએ પોતાનો કેશ નિઃશંક પણે સાબીત કરવાનો રહેતો નથી તેમ છતાં આ કેશમાં ફરીયાદ પક્ષે કેશ નિ:શંક સાબીત કરેલ છે, તે સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીએ ગુન્હો કરેલ છે, અને ફરીયાદી પાસેથી મોટી રકમ મેળવી અને ત્યારબાદ ચેક આપી અને મુદત તારીખે ખાતામાં પુરતું ભંડોળ રાખેલ નથી તેથી આ પ્રકારના આરોપીઓને દાખલો બેસે તે રીતે સીમ્હા રૂપ ચુકાદો આપી આરોપીને મહતમ સજા અને ચેકથી ડબલ રકમનો દંડ કરવા અંગેની દલીલો કરવામાં આવેલ, જે તમામ સંજોગો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપી અરવિંદભાઈ કટારમલ તે શ્રીરામ કંન્ટ્રકશનના ભાગીદારને ૨ વર્ષની પુરેપુરી સજા અને ચેકની રકમ ૧૪ લાખથી ડબલ એટલે રૂા.૨૮ લાખ દંડ ફરીયાદીને ચુકવવા માટે હુકમ કરેલ અને રૂા.૧૪ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ અને આ હુકમનું પાલન ન કરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદી નિલેશગીરી છત્રગીરી ગૌસવામી તરફે  વિદ્વવાન ધરાશાસ્ત્રી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની , હરદેવસીહ આર. ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.