જામનગર આવેલી મહિલાનો ભુલાઈ ગયેલો થેલો પોલીસ કમાન્ડ કંટ્રોલરૂમની ટીમે શોધી કાઢયો

0
2342

રાજકોટ થી જામનગર આવેલી મહિલાનો ભુલાઈ ગયેલો થેલો પોલીસ કમાન્ડ કંટ્રોલરૂમની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ફેબુઆરી ૨૪, રાજકોટ થી જામનગર આવેલી એક યુવતી કે જેનો સોનાની વીંટી અને જરૂરી દસ્તાવેજો સાથે નો થેલો ઇકો કારમાં ભુલાઈ ગયો હતો, જેને પોલીસ કમાન્ડ કન્ટ્રોલ રૂમના અધિકારીઓ અને તેમની ટીમેં સીસીટીવી કેમેરા ના ફૂટેજ ની મદદથી શોધી આપવામાં મદદ કરી છે, અને થેલો પરત આપ્યો છે.

રાજકોટમાં રહેતી પૂજાબેન પ્રવીણભાઈ વેકરીયા નામની યુવતી ગઈકાલે જામનગર આવી હતી, અને ઇકો કારમાં પોતાનો થેલો ભૂલી ગઈ હતી. જેમાં સોનાની વીંટી તથા જરૂરી ડોક્યુમેન્ટ વગેરે હતા. જે થેલા અંગે પૂજાબેન દ્વારા જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલરૂમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જયાં ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારી તેમજ ટેકનીકલ સ્ટાફની જહેમત ને લઈને થેલો શોધી કાઢવામાં મદદ મળી હતી. સૌપ્રથમ ઇકો કારમાં એક વ્યક્તિ પૂજાબેન ના ભાઈ છે, તેવી ઓળખ આપીને થેલો પોતાની સાથે લઈ ગયા હતા.

જેથી જુદા જુદા સીસીટીવી કેમેરા ના ફુટેજ નિહાળીને તે વ્યક્તિને શોધી લેવામાં આવ્યા હતા, અને ગણતરીના કલાકોમાં જ સોનાની વીંટી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે નો થેલો પરત મેળવી લઈ પૂજાબેનને સુપ્રત કરી દીધો છે. તેથી તેઓએ પોલીસ વિભાગની ટીમનો આભાર માન્યો હતો.