જામનગર જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ જામનગર પહોંચી

0
1331

જામનગર જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ જામનગર પહોંચી

  • સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી

  • કલેક્ટર ભાવિન પંડ્યાએ ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની વિગતો રજૂ કરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લામાં ભારે વરસાદ અને તારાજી થયા બાદ હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી થી ઉચ્ચ અધિકારીઓની ટીમનું આજે સવારે જામનગરમાં આગમન થયું છે, અને જિલ્લા કલેકટર સહિતના જુદા જુદા અધિકારીઓ સાથે બેઠકોનો દોર યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે, અને પબ્લિકના જાનમાલને તેમજ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. ત્યારે સમગ્ર જિલ્લાના નાગરિકો અને જાનમાલ અને ખેતીવાડી સહિતના નુકશાન સહિતની સ્થિતિનો ચિતાર મેળવવા દિલ્હીથી આવેલ ઉચ્ચ સનદી અધિકારીઓ વાર દ્વારા બેઠકોનો દોર્યો હજી ને સમીક્ષા કરવામાં આવી રહી છેજે અધિકારીઓ સહીતની ટીમે જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર, કમિશ્નર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી.જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કૅશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ કેન્દ્ર સરકારમાં મોકલી દેવાશે. જે ટીમના આગમનને લઈને જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું.