જામનગરમાં સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

0
331

જામનગરમાં સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ નવેમ્બર ૨૪, ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ ડી.જી.પી. જમન કે. ભંડેરીએ સંવિધાનના મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે સંવિધાનને દેશની આત્મા ગણાવતાં જણાવ્યું હતું કે, સંવિધાન દરેક નાગરિકને સમાનતા અને ન્યાય આપે છે.

આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સિનિયર એડવોકેટ હિતેન ભટ્ટે બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંવિધાનની વિવિધ જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં એ.ડી.જી.પી., જામનગર બાર એસોસિએશનના હોદ્દેદારો, શહેરના રાજકીય આગેવાનો, જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને પી.આઈ., પી.એસ.આઈ. હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન સંવિધાન પ્રત્યેના નાગરિકોની જવાબદારી અને ફરજોને સમજાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.