જામનગરમાંથી ચોરાઉ મનાતા 5 મોબાઈલ ફોન-સ્કૂટર તેમજ ચાંદીના સાંકળા સાથે એક તસ્કર ઝડપાયો

0
2900

જામનગરમાંથી ચોરાઉ મનાતા પાંચ મોબાઈલ ફોન-સ્કૂટર તેમજ ચાંદીના સાંકળા સાથે એક તસ્કર ને એલસીબી એ દબોચી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૩, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ના સ્ટાફે ચોરાઉ મનાતા પાંચ નંગ મોબાઈલ એક સ્કૂટર, તેમજ ચાંદી ના સાંકળા સાથે એક તસ્કર ને ઝડપી લીધો છે, અને ચોરાઉ સામગ્રી કબજે કરી લઈ તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલા પુલિયા નજીક એક શખ્સ ઉભો છે, જેની પાસે ચોરાઉ મનાતા મોબાઈલ ફોન, સ્કૂટર, ચાંદીના સાંકળા સહિતની સામગ્રી છે.જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જામનગરમાં અંબર ચોકડી પાસે રહેતા ઉદલ કનૈયાલાલ પરમાર નામના વેડવા વાઘરી શખ્સ ને અટકાયતમાં લઈ લીધો હતો, જેની તલાસી લેતાં તેના કબજા માંથી ૨૧૦ ગ્રામ ચાંદીનું સાંકળું મળી આવ્યું હતું.ઉપરાંત જુદી-જુદી કંપનીના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ એક એકટીવા સ્કૂટર વગેરે મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગરેની માંગણી કરતાં તેના બિલ રજૂ કરી શક્યો ન હતો, અને ઉપરોક્ત તમામ સામગ્રી ચોરી અથવા છળ કપટથી મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.તેથી પોલીસે રૂપિયા ૫૬,૧૦૦ ની માલમતા કબજે કરી લઇ આરોપીને વિશેષ પૂછપરછ હાથ ધરી છે.