જામનગરમાં એગ્રોની દુકાનમાં નકલી દવાનો જથ્થો હોવાનો આક્ષેપ સાથે ખુદ દવા બનાવતી કંપની તપાસ હાથ ધરી.

0
706

જામનગરમાં એગ્રોની દુકાનમાં નકલી દવાનો જથ્થો હોવાનો આક્ષેપ સાથે ખુદ દવા બનાવતી કંપની તપાસ હાથ ધરી.

કંપની દ્વારા આવી રીતે સ્થળ તપાસણી કરીને તેને રોકવાનો પ્રયાસ, પરંતુ સ્થાનિક તંત્રનો સહકાર ન મળ્યો!

જામનગર: જામનગરની એગ્રોની દુકાનમાં દવા બનાવતી કંપની દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જયા કંપનીને દવાનો નકલી જથ્થો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે પોલીસની મદદ માગી, પરંતુ પોલિસ દ્વારા કોઈ સહકાર ન મળ્યો હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે.

ખેતી માટે ઉપયોગી એવી દવા-બીયારણનુ વેચાણ વધ્યુ છે. તો સાથે બજારમાં નકલી દવા કે બીયારણ મળતા હોવાની ફરીયાદ પણ વધી છે. ત્યારે દવા બનાવતી કંપની દ્વારા પર તેના નામથી દવાનુ વેચાણ ન થાય તે માટે સર્તક બની છે. જેના ભાગરૂપે જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલા એગ્રો સ્થળમાં તપાસ કરી હતી.

કંપનીના કર્મચારીઓનો આક્ષેપ છે, નેશનલ એગ્રો ટ્રેડરની દુકાનમાં તેની કંપનીના નામે નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે. જે માટે પોલીસને જાણ કરી પરંતુ પોલીસે સહકાર ન આપ્યો હોવાનુ જણાવ્યુ હતું.

દવા બનાવની કંપનીનો આક્ષેપ છે. ખેડુતોની ફરીયાદ મળતા જામનગરના એગ્રોમાં તપાસમાં આવ્યા હતા. જયાં આ દુકાનમાંથી નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 150 એમએલની 97 બોટલ મળી આવી, બે ખાલી બોકસ મળી આવ્યા. જેમાં 80 બોટલનુ વેચાણ કર્યુ હોવાનુ અનુમાન છે.
જે એક બોટલની કીમત અંદાજે 2700 રૂપિયા હોય છે. 30 એમએલની 10 બોટલ મળી આવી જેની અંદાજીત કિંમત 450 હોય છે. દુકાનદારે બચાવ કરતા જણાવ્યુ કે દવા પોતે ઓનલાઈન ખરીદી કરી હતી. નકલી કે અસલી વિશે પોતે અજાણ છે. હાલ તો પોલીસ દુકાન સુધી ન પહોચતા કંપનીના કર્મચારીઓને બહાર જવાનુ દુકાનદારે જણાવ્યુ હતું. સાથે મહિલા કર્મચારીને બહાર નિકળી જવા ઝપાઝપી પણ કરી હતી.

ખેડૂતોને ખેતી માટે જંતુનાશક દવાની જરૂરીયાત હોય ત્યારે બજારમાં સસ્તી મળતી દવાથી નકલી હોવાની ફરીયાદ વધી છે. ત્યારે કંપની દ્વારા આવી રીતે સ્થળ તપાસણી કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રનો સહકાર ન મળતા કાર્યવાહી થઈ શકતી નથી.