જામનગર : કાલાવડ પંથકમાં નવરાત્રીની પ્રારંભ પૂર્વે મેઘરાજાની રાસલીલા

0
1318

કાલાવડ પંથકમાં નવરાત્રીની પ્રારંભ પૂર્વે મેઘરાજાની રાસલીલા

  • બે કલાક દોઢ ઇંચ વરસાદ પડી જતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા
  • સંચાલકો દ્વારા તાલપતરી, છત્રી, રેન કોર્ટ પાછા કઢાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪, ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં નવરાત્રીના પ્રારંભ પહેલાં શુક્રવારે મોડી સાંજે મેઘરાજાની રાસલીલા જોવા મળતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા હતા. બે કલાકમાં ધોધમાર દોઢ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.જામનગર જિલ્લાના અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, અને માત્ર બે કલાકના સમયગાળામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેથી નદી નાળામાં ફરીથી પાણીના પૂર આવ્યા હતા.કેટલાક ખેડૂતોના તૈયાર માલ ને પણ નુકસાની થઈ હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. કાલાવડ નજીક મોટા પાંચ દેવડા ગામમાં પણ ગઈકાલે પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો.જામનગર જિલ્લામાં આવતીકાલતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એકાએક કાલાવડ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જતાં દાંડિયા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. જોકે આજે સમગ્ર જામનગર જિલ્લામાં વાતાવરણ ખુલ્લું છે, અને વરસાદ ના કોઈ સગડ મળ્યા નથી.