જામનગરના રણજીત નગર વિસ્તારમાં હોળીની રાતે પુષ્પા સ્ટાઇલમાં એક શખ્સનો હંગામો
-
એક તબીબ સહિત બે વ્યક્તિ પર હુમલો કરી દઈ ત્યાં પાર્ક કરેલા બે વાહનોમાં તોડફોડ કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ
-
એકત્ર થયેલા લોકોના ટોળા ની વચ્ચે જાહેરમાં પોતાનો શર્ટ ઉતારી ઉઘાડા ડીલે નિર્લજ્જ વર્તન કર્યાની પણ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ માર્ચ ૨૫, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા અને ત્યાં જ ફૂટવેર ની દુકાન ચલાવતા જયદીપ અરવિંદભાઈ સોલંકી નામના શખ્સે જાહેરમાં ભારે હંગામો મચાવ્યો હતો. હોળીની રાત્રે પોતાની દુકાન પાસે એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર પાર્ક કર્યું હતું, જે સ્કૂટરમાં તોડફોડ કરી નાખી હતી. તે ઉપરાંત બાજુમાં જ હોળી નો કાર્યક્રમ હોવાથી ત્યાં વિડીયો શુટીંગ કરવા માટે આવેલા એક વિડીયો શુટરનું વાહન પણ તોડી નાખ્યું હતું.જેથી સ્કુટરના માલિક દાનિશ ભાઈ ચૌહાણ તેને સમજાવવા જતાં દાનીશભાઈ અને એનિમલ હેલ્પલાઇન વાળા ડો. કરણ મકવાણા વગેરે સાથે જયદીપ સોલંકી એ ઝપાઝપી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા, અને હંગામા મચાવી દીધો હતો.જેથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા. ત્યારબાદ જયદીપ સોલંકી લોકોના ટોળા ની વચ્ચે પોતાનો શર્ટ કાઢીને ઉઘાડા ડીલે પુષ્પા સ્ટાઇલમાં હંગામો મચાવી દીધો હતો.
આખરે આ મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને દાનિશ ભાઈ ચૌહાણ ની ફરિયાદના આધારે જયદીપ સોલંકી સામે સીટી સી ડીવી પોસ્ટે બી.એન.એસ. કલમ – ૩૫૧ (૩), ૩૫૨, ૨૯૬, ૩૨૪(૪) તથા જી.પી.એકટ કલમ-૧૧૦, ૧૧૭ મુજબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.