મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ : વિજળી સહીતના બિલોમાં સિક્કા લાગ્યા

0
1318

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા વહીવટી તંત્રનો મતદાર જાગૃતિ માટેનો નવતર પ્રયાસ

  • શોપિંગ મોલ, એલ.આઈ.સી., ગેસ સિલિન્ડર, વીજ તથા ટેલિફોનના બિલ વગેરે પર મતદાન જાગૃતિના સિક્કા લગાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ નવેમ્બર ૨૨, આગામી વિધાનસભા સામાન્ચ ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન જયારે જામનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ગેસ સિલીન્ડર, પાણીની બોટલ ઉપર મતદાર જાગૃતિ સ્ટીકર્સ, દિવ્યાંગો માટે ખાસ ક્રિકેટ મેચ, NCC/NSS કેડેટસ દ્વારા મતદાર જાગૃતિ રેલી, શાળામાં ભણતા બાળકો દ્વારા વાલીઓ પાસે સંકલ્પપત્રોમાં સહી, ‘ભૂલતા નહીં … ‘થીમ આધારિત હોર્ડીંગ્સ અને ડીજીટલ ડીસ્પલે, ઈલેકટ્રોનિકસ મોલમાં આવેલ ટેલિવિઝન પર મતદાર જાગૃતિના વિડીયો ચલાવવા જેવી બહુવિધ કામગીરીઓ કરવામાં આવી છેે.

ત્યારે તાજેતરમાં જ બહોળી સંખ્યામાં મતદાર જાગૃતિ સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં શોપિંંગ મોલ્સના બીલો, એલ.આઈ.સી. રસીદ, મહાનગર પાલિકાની વેરા પહોંચ, ગેસ સીલીન્ડરના બીલ્સ, રણમલ તળાવની ટીકીટ, પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતી ટપાલના કવર્સ, બી.એસ.એન.એલ. બીલ્સ, તેમજ પી.જી.વી.સી.એલ. બીલ્સ પર મતદાર જાગૃતિના સિકકા લગાવી મતદાર જાગૃત અંગે નો એક નવતર અને પ્રેરક પ્રયાસ હાથ ધરેલ છે.