લાલપુર બાયપાસ ચોકડી નજીકથી અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપી લેતી :જામનગર પંચકોષી-બી ડીવીઝન..
બે આરોપીની ધરપકડ: અંગ્રેજી શરાબની 324 બોટલ, એક સ્ક્ોર્પિયો કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત..
ઝડપાયેલ આરોપી: ખીમાભાઇ ઉર્ફે ખીમો બોઘાભાઇ શામળા (ઉવ.21 રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા) તથા દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ પો.સ્ટેશનમા પ્રોહીબીશનના ગુન્હામા લાંબા સમયથી નાસતો-ફરતો ધાનાભાઇ પાલાભાઇ મોરી (ઉવ.35 રહે. પાસ્તરડી ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા )
અંગ્રેજી દારૂનો જથ્થો ધોરાજી ખાતેના કારા રાણા રબારી પાસેથી મેળવી અને જામનગર ખાતે જયેશ ઉફફે જયુ દેગામા ને આપવાનો હોવાની બંને શખસની કબુલાત..
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર પંચકોશી બી- ડિવી. પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ કે.પી.જાડેજા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા ને સયુંકત રીતે ખાનગી રાહે બાતમીના આધારે
જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીકથી અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે.
જેમાં બે શખસની ધરપકડ કરાય છે અને અંગ્રેજી શરાબની 324 બોટલ, એક સ્ક્ર્પિયો કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ દરોડાની વધુ વિગત મુજબ, લાલપુર તરફથી એક સફેદ કલરની સ્કોર્પીયો કાર રજી. નં. 91-06-:11 8541 વાળીમા ઇંગલીશ દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ આવનાર છે તેવી હકીકત મળતા સદર જગ્યાએ વોચમા રહેતા ઉપરોકત વર્ણનવાળી સ્કોર્પીયો કાર નીકળતા તેને વાહનોની આડસ કરી કોર્ડન કરી રોકી સ્કોર્પીયોમા કુલ બે ઇસમો બેઠેલ હોય જેમા વાહન ચાલક ખીમાભાઇ ઉર્ફે ખીમો બોઘાભાઇ શામળા ઉવ.21 રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા તથા બિજા ઇસમ ધાનાભાઇ પાલાભાઇ મોરી ઉવ.35 રહે. પાસ્તરડી ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળાઓ હોવાનુ જણાવેલ મજકુરના કબ્જાના સ્કોર્પીયો કારમા ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ.324 કિ.રૂ.1,62,000/- મળી આવેલ તથા સ્કોર્પીયો કાર કી.રૂ.2,50,000/- તથા મજકુર બન્ને ઇસમોની અંગ જડતી માથી મોબાઇલ ફોન નંગ.02 કિ.રૂ.6000/- મળી કુલ મુદ્દામાલ રૂ.4,18,000/- સાથે મળી આવેલ તથા ઇંગલીશ દારૂનો જથ્થો ધોરાજી ખાતે કારા રાણા રબારી પાસેથી મેળવી અને જામનગર ખાતે જયેશ ઉફફે જયુ દેગામા ને આપવાનો હોવાનુ જણાવેલ. તેમજ ખીમા ઉફે ખીમો બોઘાભાઇ શામળા જામનગર તથા દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.મા પ્રોહીબીશનના ગુન્હામા લાંબા સમયથી નાસતો-ફરતો હોય જેથી લગત પોસ્ટે જાણ કરવામા આવેલ છે
આ કાર્યવાહીમાં પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. કે.પી. જાડેજા ડી.ડી.ભીમાણી એમ.એલ.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. કે.જી.જાડેજા તથા પી.કે.જાડેજા તથા પો.કોન્સ. ખોડુભા જાડેજા તથા હરપાલસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા સુમીતભાઇ શિયાર તથા મયુરસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.