ચેક રીટર્નના કેમસાં જામનગરની અદાલતનો સિમાચીહન રૂપી ચુકાદો

0
1303

ચેક રીટર્નના કેમસાં જામનગરની અદાલતનો સિમાચીહન રૂપી ચુકાદો.મીત્ર સંબંધ દાવે આપેલ રકમ ડુબાડવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ સજા અને 3 લાખનો દંડ ફટકારતી અદાલત.

જામનગર: જામનગરના રહીશ એવા જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા એ તેમના મીત્ર કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસ ના માલીક ને મીત્ર સંબંધ દાવે તેમની અંગત જરૂરીયાત અર્થે રૂ. 3,00,000/ – અંકે રૂપિયા ત્રણ લાખ પુરા હાથ ઉછીના આપેલ. સમય જતા જગદિશભાઇ ચંદ્રેશાએ આ રકમ ની માગણી કરતા કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા એ ઉછીના લીધેલ નાણ પરત ચુકવવા ચેક આપેલ. જે ચેક રીટર્ન થતા જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા એ કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા વિરૂઘ્ધ જામનગર મેં. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની જોગવાઇઓ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફીરયાદ ચાલતા સમયે જગદિશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા ના વકીલ મણીલાલ જી. કાલસરીયા એ સબળ પુરાવાઓ, દસ્તાવેજો અને શાક્ષીઓની જુબાની તથા દલીલો સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની કયદાની જોગવાઇ સાથે અને હાલના કેસ સાથે તુલના કરી ફરીયાદીએ આપેલ મીત્ર સંબંધ દાવેની હાથ ઉછીની રકમ અન્વેનું કાયદેસર નું લેણુ સાબીત કરી આપેલ અને ફરીયાદીના વકીલ ની ધારદાર રજુઆતો અને દલીલો ઘ્યાને લઇ અદાલતે એ ચેક રીટર્ન ના કીસ્સા મા દાખલો બેસે તેવુ ઉદારણ રૂપ અને સિમાચીહન રૂપી ચુકાદો ફરમાવી આરોપી કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસ ના માલીક ને એક વર્ષ ની કેદ તથા ત્રણ લાખ દંડ ની રકમ નો હુકમ કરેલ છે.

આ ચુકદામાં અદાલતે આરોપીને એક વર્ષ ની કેદ તથા ત્રણ લાખ જેટલી રકમ ના દંડ નો હુકમ કરેલ હોય ચુકાદા સમયે નમદાર અદાલતમાં ઘણા વકીલો અને અસીલો ચકચારી કેસ હોવાના કારણે હાજર રહેલ હતા.

આ કામમાં ફરીયાદી તરફ થી જામનગર ના જાણીતા વકીલ મણીલાલ જી. કાલસરીયા, મિતેષ એલ. પટેલ, હરજીવન એમ. ધામેલીયા તથા ગૌરાંગ જી. મુંજપરા અને જે.વી. જાડેજા રોકાયા હતા.