જામનગર માં રામનવમીના પાવનકારી પર્વ પ્રસંગે નિકળનારી ભવ્ય રામ સવારી

0
705

રામનવમીના પાવનકારી પર્વ પ્રસંગે નિકળનારી ભવ્ય રામ સવારી પહેલાં ભગવાન રામચંદ્રજીની પ્રાસાદ પૂજા-અર્ચના કરાઇ

  • રામદૂત હનુમાનજી મંદિરે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ની પ્રતિમાની પૂજા અર્ચના સમયે અનેક મહાનુભાવો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગર કે જે છોટીકાશી ના ઉપનામથી પ્રચલિત છે.જેમાં આજે રામનવમીના મહા પર્વને અનુલક્ષીને યોજાનારી રામ સવારી પહેલાં શ્રી રામદૂત હનુમાનજી મંદિર ના પ્રાંગણ માં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાસાદ પૂજા કરવામાં આવી હતી, અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી તેમજ હનુમાનજીની પ્રતિમાની અનેક મહાનુભાવોના હસ્તે પૂજા-અર્ચના કરવામાં આવ્યા પછી ચારેય પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી નગર ભ્રમણ માટે મોકલવામાં આવી હતી, મહાદેવ હર મિત્ર મંડળ અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની રાહબરી હેઠળ રામદૂત હનુમાનજી મંદિરે ભગવાન રામચંદ્રજીની પ્રાસાદ પૂજા કરવામાં આવી હતી. જ્યાં પૂજારી ની ટીમ દ્વારા રામ- લક્ષ્મણ- જાનકી અને હનુમાનજીની શોભાયાત્રામાં જોડવા માટેની પ્રતિમાઓનું પ્રાસાદ- પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન પદે નગરના અગ્રણીઓ જોડાયા હતા, અને તેઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરવામાં આવી હતી.ત્યાર પછી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની પ્રતિમાને ફુલહાર કરી પૂજન અર્ચન કરાયું હતું, આ વેળાએ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ દ્વારા ભગવાન રામચંદ્રજી ની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર પછી ચારેય પ્રતિમાઓને શોભાયાત્રા માટેના મુખ્ય રથ માં બિરાજમાન કરીને નગર ભ્રમણ કરવા માટે વન્ય કુટીર સાથે રોશનીથી સુશોભિત કરાયેલા રથને પ્રસ્થાન કરાવાયું હતું, આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળ ના તમામ રામભક્તો હાજર રહ્યા હતા, અને ‘જયશ્રી રામ’ ના નારા સાથે રથને બાલા હનુમાન તરફ પ્રસ્થાન કરાવાયું હતું.