જામનગર અદાલતના સંકુલમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બે સામે ગુનો નોંધાયો

0
3322

જામનગર અદાલતના સંકુલમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બે સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ ફેબ્રુઆરી ૨૩ જામનગરની કોર્ટ લોબીમાં હાથકડી પહેરવાના મામલે એક કેદી અને તેના ભાઈ વગેરેએ પોલીસ પાર્ટી સાથે ઝપાઝપી અને ઝગડો કર્યા પછી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ જાપ્તા હેઠળ રહેલા આરોપી કેદી તેમજ તેની સાથે હાજર રહેલા અને અગાઉ જામીન પર છુટેલા આરોપી તેના ભાઈ સહિત બે સામે સિટી-એ ડીવિઝન પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ કરાયો છે, જ્યારે એક આરોપી દારૂના નશામા ચકચૂર હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો અલગથી કેસ કરાયો છે.જામનગરની જિલ્લા જેલમાં રહેલા 302ના આરોપી કેદી વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર, જેની ગઈકાલે અદાલતમાં તારીખ હોવાથી પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા સહિતનો અન્ય પોલીસ સ્ટાફ કુલ 11 જેટલા કેદીઓને જામનગરની અદાલતમાં તારીખ માટે લાવ્યા હતા. જેમાં પોલીસ ઝાપતા હેઠળ આરોપી વિક્રમસિંહને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રાખવા આવ્યો હતો.જ્યાંથી તેને બહાર લઈ જવાતાં હાથકડી પહેરવાના મામલે પોલીસ પાર્ટી સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે તેનો ભાઈ પ્રકાશસિંહ કેસુર, કે જે પણ હાજર હતો, અને તેની સામે પણ કલમ 302નો ગુનો નોંધાયો હતો, પરંતુ તેને જામીન મુક્ત થયો હતો, અને તેને પણ અદાલતમાં હાજર રખાયો હતો. જે અદાલત પરિસરમાં દારૂનો નશો ભરેલી હાલતમાં આવ્યો હતો, અને પોલીસ પાર્ટી સાથે રકઝક કરી હતી. આ મામલો મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાયો હતો, અને મેજિસ્ટ્રેટ દ્વારા દારૂનો નશો કરેલા સામે ફરિયાદ નોંધવા અને પોલીસની ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.

જે મામલો આખરે સીટી- એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. સૌપ્રથમ જેલમાં રહેલા કેદી વિક્રમસિંહ ભુપતસિંહ કે જેને ફરીથી જેલ હવાલે કરાયો હતો, જયારે પ્રકાશસિંહ ભુપતસિંહ ને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી ફરજ પર રહેલા અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલે બંને ભાઈઓ વિરૂધ પોલીસમાં ફરજ રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને ભાઈઓ સામે આઈ.પી.સી. કલમ 353,186,506,114, ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ આરોપી પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર રહે. નાઘુનાની વિરુઘ્ધ દારૂના નશામાં હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો પણ કેસ કરાયો છે.